________________
૧૩૧
તર્કભાષા વાર્તિકમ્ અન્વયવ્યાપ્તિમાં જે વ્યાચક હોય તેનો અભાવ વ્યાપ્ય બને છે. કુમારિલભટ્ટ કહ્યું છે કે -
બે ભાવ પદાર્થોનો જેવો વ્યાપ્ય-વ્યાપક ભાવ સ્વીકારવામાં આવ્યો છે. તેમના અભાવનો તેથી ઉલ્ટા પ્રકારનો હોય છે. અન્વય (વ્યાપ્તિ) માં સાધન (હેતુ = ધૂમ) વ્યાપ્ય અને સાધ્ય (અગ્નિ) વ્યાપક હોય છે. તેથી વિપરીત (=વ્યતિરેક વ્યાતિ) માં સાધ્યાભાવ વ્યાપ્ય અને સાધનાભાવ વ્યાપક હોય છે.. વ્યાપ્તિની શરૂઆત વખતે) વ્યાપ્યને પહેલાં અને વ્યાપકને પછી બોલવામાં આવે છે. આ પ્રમાણે પરીક્ષા કરાયેલી વ્યામિ તત્ત્વતઃ વાસ્તવિક રીતે ફુટ થાય છે.
तदेवं धूमवत्त्वे हेतावन्वयेन व्यतिरेकेण च. व्याप्तिरस्ति । यत्तु वाक्ये केवलमन्वयव्याप्तेरेव प्रदर्शनम् तदेकेनापि चरितार्थत्वात् तत्राप्यन्वयस्यावक्रत्वात् प्रदर्शनम् । ऋजुमार्गेण सिध्यतोऽर्थस्य वक्रेण साधनायोगात् । न तु व्यतिरेकव्याप्तेरभावात् । तदेवं धूमवत्त्वहेतुरन्वयव्यतिरेकी, एवमन्येऽप्य नित्यत्वादौ साध्ये कृतकत्वादयो हेतवोऽन्वयव्यतिरेकिणो द्रष्टव्याः, यथा शब्दोऽनित्यः कृतकत्वाद् घटवत् । यत्र कृतकत्वं तत्रानित्यत्वम् ॥ यत्रानित्यत्वाभावस्तत्र कृतकत्वाभावो यथा गगने ।
ननु हेतु त्रैविध्यमाह || केवलान्वयी विपक्षाभाववान्, केवलव्यतिरेकी सषक्षाभाववान्, अन्वयव्यतिरेकी च सपक्षविपक्षभाववान् ।
હેતુ ત્રણ પ્રકારની છે - કેવલાન્વયી - વિપક્ષાભાવવાળો, કેવલવ્યતિરેકી - સપક્ષના અભાવવાળો, અન્ય વ્યતિરેકી - સપક્ષ વિપક્ષના સદ્ભાવવાળો. આ પ્રકારે “ધૂમવન્દ્ર' હેતુમાં અન્વય અને વ્યતિરેક (એ બંને) વ્યામિ છે. વાક્યમાં જે માત્ર અન્વયવ્યાપ્તિ જ દર્શાવવામાં આવે છે, તે તો તે એકથી પણ (અનુમાનનો) હેતુ પાર પડે છે માટે. તેમજ અન્વય (વ્યાપ્તિ) સરળ છે માટે. સરળ માર્ગે સિદ્ધ થનાર અર્થને વક્રમાર્ગે સિદ્ધ કરવો તે યોગ્ય નથી, માટે (માત્ર અન્વયવ્યામિનો જ ઉપયોગ કરવામાં આવે છે.) પરંતુ ત્યાં) વ્યતિરેકવ્યાપ્તિનો અભાવ છે, તેથી એમ કહ્યું છે એવું નથી.
તેથી આ રીતે ઘૂમવત્વ એ હેતુ અન્વયવ્યતિરેકી છે. આ પ્રમાણે ‘અનિત્ય”