________________
તર્કભાષા વાર્તિકમ્
૧૨૮ તે (ધૂમજ્ઞાન) શા માટે અગ્નિનું અનુમાન કરાવતું નથી ? અહીં તો અરિ વિષે સંદેહ છે; કારણ કે (અગ્નિ હોવાના) સાધક (ક) બાધક પ્રમાણોના અભાવથી સંશયનું હોવું ન્યાયસંગત છે.
સમાધાન :- બરાબર છે. (પરંતુ), પહેલાં જેણે વ્યાપ્તિ ગ્રહણ થઈ છે, પરંતુ પછી તે વિસ્મૃત થઈ ગઈ છે તેવા પુરૂષને, જેણે વ્યામિનું જે ગ્રહણ નથી થયું તેવા માણસની જેમ જ અનુમાનનો ઉદય ન થયો હોઈ, વ્યાપ્તિસ્મૃતિ પણ અનુમાન પ્રત્યે હેતુ ગણવામાં આવી છે. (વ્યાપ્તિસ્મૃતિના અભાવમાં અનુમાન નહિ થાય.) ધૂમદર્શનથી જાગૃત થયેલા સંસ્કારવાળો (તે પુરૂષ) વ્યક્તિને સ્મરે છે કે જે જે ધૂમયુક્ત છે તે તે અગ્નિયુક્ત છે. જેમ કે રસોડું. તેથી ધૂમદર્શન થયા બાદ વ્યાપ્તિની સ્મૃતિ થવાથી જે આ પર્વત ધૂમવાનું છે' એવું જ ધૂમજ્ઞાન છે, તે તૃતીય છે. તે જ અગ્નિનું અનુમાન કરાવે છે, નહીં કે અન્ય કોઈ. માટે એ જ (વ્યાપ્તિસ્મૃતિ સહિતનું ધૂમજ્ઞાન) અનુમાન છે તે જ લિંગપરામર્શ છે. તેથી ‘લિંગપરામર્શ (એ જ) અનુમાન” એમ નિશ્ચિત થયું.
. (૨૮) (મનુમાનવિમાદ), तच्चानुमानं द्विविधम् । स्वार्थ परार्थं चेति । स्वार्थ स्वप्रतिपत्तिहेतुः । तथा हि स्वयमेव महानसादौ विशिष्टेन प्रत्यक्षेण धूमाग्न्योर्व्याप्ति गृहीत्वा पर्वतसमीपं गतस्तद्गते चाग्नौ सन्दिहानः पर्वतवर्तिनीमविच्छिनमूलाम_लिहां धूमलेखां पश्यन् धूमदर्शनाच्चोबुद्धसंस्कारो व्याप्तिं स्मरति, यत्र धूमस्तत्राग्निरिति । ततोऽत्रापि धूमोऽस्तीति प्रतिपद्यते । तस्मादत्र स्वयमेव प्रतिपद्यते । तत् स्वार्थानुमानम् ।
स्वार्थमिति स्वस्यानुमेयप्रतिपत्तिलक्षणं प्रयोजनं यस्माद्भवति तत्स्वार्थं । विशिष्टेनेति उपाध्यभावभूयोदर्शनजनितसंस्कारसनाथेनेत्यर्थः । अवच्छिन्नेति शमितवहन्यादौ व्यभिचारनिरासार्थमवच्छिन्नमूलामिति, गोपालघटिकाधूमादौ व्यभिचारनिरासार्थम_लिहामिति ।
અનુમાન બે પ્રકારના છે. (૧) સ્વાર્થ :- સ્વને અનુમેય - અનુમિતિથી શેર્ય પદાર્થની પ્રતિપત્તિ