________________
- તર્કભાષા વાર્તિકમ્
૧૨૬ तदनेन न्यायेन धूमाग्न्योाप्तौ गृह्यमाणायां महानसे यद्भूमज्ञानं तत् प्रथमम् । पर्वतादौ पक्षे यद्भूमज्ञानं तत् द्वितीयम् ततः पूर्वगृहीतां धूमाग्न्योर्व्याप्तिं स्मृत्वा यत्र धूमस्तत्राग्निरिति तत्रैव पर्वते पुनधूमं तृतीयम् । एतच्चावश्यमेवाभ्युपेतव्यमन्यथा यत्र धूमस्तत्राग्निरित्येव स्यादिह तु कथमग्निना भवितव्यं तस्मादिहापि धूमोऽस्तीति ज्ञानमन्वेषितव्यम् । अयमेव लिङ्मपरामर्शाऽनुमितिं प्रति करणत्वाच्चानुमानम् । तस्मादस्त्यत्र पर्वतेऽग्निरित्यनुमितिज्ञानमुत्पद्यते ।
આમ હોવાથી, ઉપાધિના અભાવના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંસ્કારથી સહકૃત અને વારંવાર કરેલ દર્શનથી ઉત્પન્ન થયેલ સંસ્કારને સહંકૃત (ધૂમાડા તથા અગ્નિના) સાહચર્યને ગ્રહણ કરાવનાર પ્રત્યક્ષ'થી જ ધૂમ અને અગ્નિની વ્યાસિનો નિર્ણય (સ્વીકાર) થાય છે. તેથી ધૂમ અને અગ્નિનો સ્વાભાવિક સંબંધ છે, ઔપાધિક નહિ અને સ્વાભાવિક સંબંધ (એ.જ) વ્યાપ્તિ (કહેવાય) છે.
તેથી આ પ્રકારે ધૂમ અને અગ્નિની વ્યામિ ગ્રહણ કરવામાં રસોડામાં જે ધૂમજ્ઞાન થયું તે પ્રથમ (જ્ઞાન) છે. પર્વત વગેરે પક્ષમાં જે ધૂમજ્ઞાન થયું તે દ્વિતીય (જ્ઞાન) છે. પૂર્વે સ્વીકારેલી "જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય છે'', તેવી ધૂમ અને અગ્નિની વ્યામિ સ્મરીને તે પર્વતમાં (અનુમાન કરનાર વ્યક્તિ) ફરીથી ‘આ પર્વત પર અગ્નિથી વ્યાપ્ત ધુમાડો છે' એવો પરામર્શ કરે છે. તે આ (છેલું) ધૂમજ્ઞાન તે તૃતીય છે.
આ (તૃતીયજ્ઞાન) ને તો અવશ્ય માનવું જ જોઈએ, નહિતર જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ (એવું સામાન્ય જ્ઞાન જ) થશે અને તેથી) અહીં (પર્વત પર) અગ્નિ શા માટે હોઈ શકે તેવો પ્રશ્ન થશે) તેથી અહીં (પર્વત પર) પણ (વદ્વિવ્યાપ્યો ધુમાડો છે, તેવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ જ લિંગ પરામર્શ છે. અને તે અનુમિતિ પ્રત્યે કરણ હોવાથી અનુમાન કહેવાય છે. (કારણ કે) તેનાથી “આ પર્વત પર અગ્નિ છે” એવું અનુમિતિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે.
ननु कथं प्रथमं महानसे यद्भूमज्ञानं तन्नाग्निमनुमापयति ? सत्यम् । व्याप्तेरगृहीतत्वाद् गृहीतायामेव व्याप्तावनुमित्युदयात्.।