________________
તર્કભાષા વાર્તિકમ્
૧૨૪ लक्षणोपाधिरस्यार्थः । प्रत्यक्षस्पर्शाश्रयत्वं साधनं तेनावच्छिन्नं साध्यं प्रत्यक्षत्वं, तस्य व्यापकत्वमुद्भूतरूपत्वमिति ।।२।।
ઉક્ત ઉપાધિની મૈત્રીતનયત્વને પ્રતિ અવ્યાપકનો નિશ્ચય ન હોવાથી શંકિતત્વ કહ્યું. તૌકાતિકે શંકિત પાધિ હોય ત્યારે હેતુને અગમક જણાવ્યો છે. જ્યાં સુધી સોમાં ભાગ જેટલી પણ વિપક્ષમાં આવ્યતિરેકની શંકા હોય ત્યાં સુધી હેતુ ક્યાંથી સાધ્યને ઓળખાવી શકે ? વિપક્ષ-સાધ્યાભાવનું અધિકરણ તેમાં હેતુનો વ્યતિરેક-અભાવ મળવો જોઈએ, “પર્વતો ધૂમવાનું વિશ્લેઃ” અહીં હદ વગેરે અનેક ધૂમાભાવના સ્થળમાં વહ્નિહેતુનો વ્યતિરેક મળે છે, પરંતુ સોમાંથી એક વિપક્ષ અયોગોલક પણ છે, ત્યાં વહિ હેતુનો અભાવ નથી, એટલે કે અવ્યતિરેક છે, માટે વહ્નિ હેતુ ધૂમ સાધ્યનો ગમક ન બની શકે
વાર્તિકકાર મૂળમાં આપેલ “અનુપલભસનાથેન”નો ખુલાસો કરે છે કે અનુપલંભ એટલે ઉપાધિનો અભાવ તેનાથી યુક્ત એવા પ્રત્યક્ષથી પર્વતો વતિમાન ધૂમાતુ અહીં ઉપાધિના અભાવનો નિર્ણય કરાય છે.
ઉપાધિ ત્રણ પ્રકારની છે. (૧) પક્ષ ધર્મથી અવચ્છિન્ન જે સાધ્ય તેનું વ્યાપક. (૨) સાધનાડવચ્છિન્ન
જે સાધ્ય તેનું વ્યાપક. ત્યાં પહેલી ઉપાધિ જેમકે - ગર્ભમાં રહેલો મૈત્રીનો પુત્ર કાળો છે, મૈત્રીનો છોકરો હોવાથી. અહિં શાકપાકજન્યું રૂપ ઉપાધિ છે. તેનો અર્થ નરત્વ જે પક્ષ ધર્મ છે. તેનાથી અવચ્છિન્ન
જે સાધ્ય તેનું વ્યાપક શાકપાકજત્વ છે. (૨) વાયુ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષસ્પર્શનો આશ્રય હોવાથી, અહીં ઉભૂતત્વ ઉપાધિ
છે. એનો અર્થ પ્રત્યક્ષસ્પર્ધાશ્રયત્વે જે સાધન, તેનાથી અવચ્છિન્ન સાધ્ય પ્રત્યક્ષ તેનું વ્યાપક ઉદ્ભતરૂપત્વ છે.
तृतीये तथा- पर्वतो धूमवान् वढेरित्यत्राद्रेन्धनसंयोगलक्षणोपाधिरिति ॥३।। तत्र तृतीयोपाधौ साध्यव्यापकत्वे सतीत्यादि लक्षणसत्त्वेऽपि आद्याद्वितीययोर्लक्षणं न याति, तयोः शाकपाकजत्वोद्भूतरूपकत्वलक्षणोपाध्योः श्यामत्वप्रत्यक्षत्वव्यापकाभावात् । यत्र श्यामत्वं तत्र पाकजत्वमिति व्याप्तौं गृह्यमाणायां काककोकिलादौ व्यभिचारात्तत्राव्याप्तिः । तन्निरासाय भिल्लादिजातिव्य