________________
૧૨૩
તર્કભાષા વાર્તિકમ્
આ સર્વ વ્યાખ્યા વિકલ્પના બે ઈષ્ટ પ્રયોજન છે. એક તો પૂર્વમાં અપરિતોષ જેમ કે - ‘પૂર્વતો ધૂમવાન્ વહેઃ' અહીં વિન્ને હેતુમાં આસ્થા રાખી ચાલતો હોય તેને ઉપાધિ દ્વારા તેમાં અપરિતોષ થશે. અરે આમાં સંતોષ માનવા જેવો નથી. એટલે વહ્રિના આધારે ધૂમને માની લેવો એ ઉચિત નથી. બીજું પ્રયોજન ... વિષય વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. હિંસાત્વના અધર્મસાધન સાથેનાં સંબંધમાં નિષિદ્ધત્વ ઉપાધિ છે, એટલે આનાથી ‘‘જ્યાં જ્યાં નિષિદ્ધત્વ હિંસા હોય ત્યાં અધર્મ'' એવા સંબંધમાં નિષિદ્ધત્વ ઉપાધિ હોય છે. એવી વિષયવ્યાપ્તિ થાય છે. હેતુની વ્યાપ્તિ ઉપાધિમાં પ્રાપ્ત થાય એટલે કે ઉપાધિ વ્યાપ્તિનો વિષય બને. શંકિતોપાધિ - મૈત્રીતનય નો શ્યામત્વ સાથે ના સંબંધમાં શાકાદિ આહાર પરિણામ ઉપાધિ છે.
શંકાકાર :- જ્યાં શ્યામંત્વ છે ત્યાં શાકાદિ આહાર પરિણામ હોય, આ સંગત નથી, કારણ કે નીલોત્પલ શ્યામ હોય છે, પણ ત્યાં આહાર પરિણામરૂપ ઉપાધિ નથી સંભવતી.
સમાધાન :- આમ સમજંસ છે; કારણ કે શ્યામત્વ એ મનુષ્ય ધર્મ છે, એમ કેટલાક બોલે છે. ‘‘પુરૂષનું શ્યામત્વ’’ એ પ્રમાણે સાધ્યને વિશેષિત બનાવવું એમ બીજાઓ માને છે. પુરૂષના શ્યામત્વમાં તો આહાર અવશ્ય ભાગ ભજવે છે. उक्तोपाधेर्मैत्रीतनयत्वं प्रत्यव्यापकत्वानिश्चयात् शङ्कितत्वमुक्तं, शङ्कितोपाधेः तौतातितैः यावच्चाव्यतिरेकत्वं शतांशेनापि शक्यते ।
विपंक्षस्य कुतस्तावद्धेतोर्गमनिकाबलं ॥१॥ अनुपलम्भः उपाध्यभावस्तेन सनाथेन युक्तेनेत्यर्थः । अथोपाधिस्त्रिविधः पक्षधर्मावच्छिन्नसाध्यव्यापकः || १|| साधनावच्छिन्नसाध्यव्यापकः || २ || शुद्धसाध्यव्यापकश्च ||३|| तत्राद्यो तथा गर्भस्थो मैत्रीतनयः श्यामो, मैत्रीतनयत्वादित्यत्र शाकपाकजत्वलक्षणोपाधिरस्यार्थो नरत्वं पक्षधर्मस्तेनावच्छिन्नं साध्यं श्यामत्वं तस्य व्यापकत्वं शाकपाकजत्वमिति ॥ | १ ||
द्वितीयो तथा ‘वायुः प्रत्यक्षः प्रत्यक्षस्पर्शाश्रयत्वादित्यत्रोद्भूतरूपत्व