________________
૧૨૧
1
તર્કભાષા વાર્તિકમ્ यत्र यत्रानित्यत्वं तत्र सकर्तृकत्वमेव । तन्निरासाय साधनाव्यापक इति । तथोक्ते घटत्वमुपाधिः शब्दे कृतकत्वसत्त्वे घटत्वाभावाद् । अत उक्तं साध्यव्याप्तिस्तावत्युक्ते अश्रावणत्वमुपाधिः कथं ? शब्देऽश्रावणत्वं नास्ति यत्रानित्यत्वं तत्राश्रावणत्वमस्ति । तस्मादुक्तलक्षणसद्भावात्तस्योपाधित्वं निवृत्त्यर्थं समग्रहणं । यथा जपाकुसुमं स्वसन्निहिते स्फटिके स्वरक्तिमानं जनयति । तथोपाधिरपि स्वसंसृष्टे साधनत्वाभिमते वस्तुनि स्वनिष्ठां व्याप्तिमासञ्जयति, अत एव स्वस्मिन्निव स्वसंसर्गिणि स्वधर्म्माssसञ्जक उपाधिरिति ।
ઉપાધિનું લક્ષણ - જે સાધન સાથે તો અવ્યાપક હોય અને સાધ્ય સાથે જેની સમવ્યાપ્તિ હોય. તે ઉપાધિ.
"
-
‘સાધ્ય સમવ્યાપ્તિ ઉપાધિ' એટલુ જ કહીએ તો. ‘અનિત્યઃ શબ્દઃ- કૃતક હોવાથી’ ઘટની જેમ ત્યાં સકર્તૃત્વ ઉપાધિ બની જશે, કારણ કે જ્યાં જ્યાં અનિત્યત્વ હોય છે. ત્યાં સકર્તૃકત્વ હોય જ છે. તેનાં નિરાસ માટે સાધનોવ્યાપક કહ્યું. કારણ કે શબ્દમાં સકતૃત્વ મૃતકત્વ સાથે પણ વ્યાપક હોવાથી આપત્તિ નહિં આવે. હવે એટલું જ કહીએ તો ઘટત્વ ઉપાધિ બની જશે. કૃતકત્વ છે એટલે ત્યાં સાધન છે. પણ ઘટત્વ નથી..એથી કહ્યું સાધ્યવ્યાપ્તિ. ઘટત્વ નિત્ય હોવાથી સાધ્ય અનિત્ય સાથે તેની વ્યાપ્તિ ન હોવાથી દોષ નહિ આવે. એટલું જ કહીંએ તો અશ્રાવણત્વ ઉપાધિ બનશે. કારણ કે શબ્દમાં અશ્રાવણત્વ નથી. અને જ્યાં તેવા ઘટાદિમાં અનિત્યત્વ છે ત્યાં અશ્રાવણત્વ છે, એટલે સાધ્ય સાથે અશ્રાવણત્વની વ્યાપ્તિ સાધ્યવ્યાપ્તિ છે અને કૃતકત્વ હેતુ શબ્દમાં છે ત્યાં અશ્રાવણત્વ નથી. એટલે સાધનાવ્યાપક પણ છે. ઉક્ત લક્ષણ તેમાં ઘટી જવાથી ઉપાધિ બને. તેની નિવૃત્તિ માટે સમ પદનું ગ્રહણ કરાયું છે. એટલે જેટલા પ્રમાણમાં સાધ્ય હોય તેટલા પ્રમાણમાં ઉપાધિ હોવી જોઈએ. જ્યારે શબ્દમાં પણ અનિત્યત્વ સાધ્ય છે. ત્યાં અશ્રાવણત્વ નથી. એટલે સાધ્યસમવ્યાપ્તિ નથી. જેમ જપાકુસુમ પોતાનાથી સન્નિહિત સ્ફટિકમાં પોતાની લાલાશ (લાલિમાં) પેદા કરે છે. તેમ ઉપાધિ પણ સ્વ સંપર્કવાળા સાધન તરીકે અભિમત પદાર્થમાં સ્વ-ઉપાધિ પણ પોતાનાંમાં રહેલી વ્યાપ્તિને આરોપિત કરે છે. એથી પોતાની જેમ પોતાનાં સંસર્ગવાળા પદાર્થમાં સ્વધર્મનું આરોપણ કરનારને ઉપાધિ
=