________________
તર્કભાષા વાર્તિકમ્
૧૧૬ तदभावात् मैवं, व्यक्तिविशिष्टपक्षधर्मत्वाभिधायिना लिङ्गशब्दस्यैकदेशलक्षणया व्याप्याभिधायित्वाद् व्याप्तिज्ञानमनुमानमित्यर्थः, तस्य लिङ्गपरामर्शो द्वारमतो न कापि क्षतिः । निर्व्यापारकरणत्वादिमते लिङ्गपरामर्शः करणम् । बलभद्रमते व्याप्तिज्ञानं करणं लिङ्गपरमर्शोऽवान्तरव्यापार इति ।
પૂર્વપક્ષ - આ લિંગ પરામર્શને કરણ કેવી રીતે મનાય ? કારણ કે અહીં વ્યાપારનો અભાવ છે. સંસ્કારને વ્યાપાર માની નહિ શકાય. કારણ કે સંસ્કાર જન્ય થવાથી અનુમિતિને સ્મૃતિ તરીકે માનવાની આપત્તિ આવશે.
તર્ક ને પણ વ્યાપાર માની શકાય નહિં, કારણ કે “વદ્ધિ વ્યાપ્ય ધૂમવાન અય” ઈત્યાકારક લિંગ પરામર્થથી તર્ક ઉત્પન્ન થાય છે, એમાં કોઈ પ્રમાણ જડતુ નથી. કેમ કે કાર્યકારણભાવના આધારે વ્યાતિજ્ઞાનથી જ તેક ઉદ્ભવી શકે છે. તેને માટે પરામર્શ સુધી દોડવાની જરૂર જ નથી. એથી જ નિર્વિકલ્પક કે ધારાવાહિ જ્ઞાનને વ્યાપાર ન મનાય. કારણ કે તેમને પ્રમા તરીકે માનવામાં પ્રમાણ નથી. તેનું કારણ એ છે કે સંવાદી પ્રવૃત્તિ વિના જ્ઞાનનું પ્રામાણ્ય જણાઈ શકતું નથી, નિર્વિકલ્પકમાં સ્વલક્ષણ સિવાય અન્ય કોઈ આકારનું ભાન થતું નથી. જ્યારે પ્રવૃત્તિ માટે વિશેષ સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે, જેનો નિર્વિકલ્પકજ્ઞાનમાં અભાવ છે. અને ધારાવાહિશાન જાણેલાને જ જણાવતું હોવાથી ઉપયોગી નથી. નિર્વિકલ્પને વ્યાપાર માની નહિ શકાય, કારણ કે અભાવ હેતુ હોય ત્યાં અભાવનું પ્રથમ નિર્વિલ્પક જ્ઞાન જ થતું નથી. “આ કંઈક છે.” એવું નિરાકાર ઈન્દ્રિય સન્નિકર્ષ પછી જે જ્ઞાન તે નિર્વિકલ્પ છે. જ્યારે અભાવનું જ્ઞાન તો પ્રતિયોગિના જ્ઞાન પૂર્વક જ થાય છે. માટે, અથવા અભાવાદિહેતુમાં નિર્વિકલ્પક સંભવ નથી. કારણ કે નિર્વિકલ્પક સ્વરૂપમાત્રગ્રાહી જ્ઞાન છે અભાવ અરૂપી છે. તેનું શું સ્વરૂપ? તેથી સ્વરૂપ વગરનો હોવાથી તુચ્છ અભાવમાં નિર્વિકલ્પક ન ઘટી શકવાથી અભાવહેતુક અનુમાનમાં નિર્વિકલ્પાત્મક વ્યાપાર ન ઘટી શકે, માટે તેને વ્યાપાર ન માની શકાય.
ઉત્તરપક્ષ :- એવું નથી. વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષધર્મતાનું કથન લિંગ શબ્દના એકદેશની લક્ષણાથી વ્યાપ્યને કહેનાર હોવાથી વ્યાતિજ્ઞાન તે અનુમાન છે એવો અર્થ થશે. અને તેનું લિંગપરામર્શ દ્વાર બને છે. (વ્યામિજ્ઞાનથી જન્ય લિંગ