________________
૧૧૧
તર્કભાષા વાર્તિકમ્ તેમનો તેવો સ્વભાવ જ કારણ છે. અને સ્વભાવ આગળ તો તાર્કિકો પણ હાથ ધોઈ બેઠા છે. આ ન્યાય સફળ થયો.
| (૨૪) (વોદ્ધામિમતપ્રત્યક્ષ) ननु निर्विकल्पकं परमार्थतः स्वलक्षणविषयं भवतु प्रत्यक्षम् । सविकल्पकं तु शब्दलिङ्गवदनुगताकारावगाहित्वात् सामान्यविषयं कथं प्रत्यक्षमर्थजस्यैव प्रत्यक्षत्वात् ? अर्थस्य च परमार्थतः सत एव तजनकत्वात् स्वलक्षणं तु परमार्थतः सत् ।
साक्षात्कारिणी प्रमा सविकल्पकनिर्विकल्पकभेदात् द्विधोक्ता तदरमणीयमिति बौद्धः प्रत्यवतिष्ठते । नन्वित्यादि निर्विकल्पकप्रत्यक्षं भवत्विति । अत्र प्रत्यक्षशब्देन साक्षात्कारिणप्रिमिति विवक्ष्यते । तत्र प्रतिगतमक्षं प्रत्यक्षमिति व्युत्पत्तेः साक्षात्कारिप्रमाया जन्यत्वेनाऽक्षं-प्रतिगतत्वात्तत्सम्बन्धादिरत्र प्रत्यक्षशब्दो योगमनपेक्ष्य गोपङ्कजादिशब्दवत् रूढ्या वर्तत इति । - બૌદ્ધ :- સાક્ષાત્કારિણી પ્રમા સવિકલ્પક નિર્વિકલ્પક ભેદથી બે પ્રકારે કહી, તે બરાબર નથી. તે માટે નવુ કહીને નિર્વિકલ્પક પરમાર્થથી સ્વ-લક્ષણ વિષય (વસ્તુમાત્ર વિષયક) હોવાથી પ્રત્યક્ષ ગણાય. સવિકલ્પક તો અનુગત - આકારને ગ્રહણ કરતું હોવાથી પ્રત્યક્ષ કહી શકાતું નથી. નિરવ સંતાનમાં ઉત્પન્ન અનુગત આકારને -પૂર્વના આકારને અનુસરનારા-અનુસૂતઆકારને-અનેક પદાર્થના સામાન્યરૂપને (ક્ષણે ક્ષણે પદાર્થ બદલાતો હોવાથી ઉત્તરોત્તર પદાર્થનો સમાન આકાર પણ ભિન્ન - અનેક પદાર્થનો કહેવાય - જેમ કે ઉંબાડીયું એટલે માત્ર ચિનગારી જેટલી સત્તાવાળી તે વસ્તુમાં આપણને પૂરા ગોળ ચક્રમાં અગ્નિનો આકાર દેખાય છે. હકીકત ઉબાડીયાને ભમાવતાં એક પ્રદેશથી બીજા પ્રદેશ જતાં પૂર્વમાં સર્વથા- તે ચિનગારીનો અભાવ છે છતાં તેવા આકારનું ગ્રહણ થાય છે. માટે તે ભ્રમ છે. તેમ દરેક દરેક પદાર્થ ક્ષણ પછી સર્વથા નાશ પામી જાય છે. છતાં સવિકલ્પજ્ઞાન પૂર્વનાં અસત્ (સામાન્ય) આકારને (ઈન્દ્રિયથી અસંબદ્ધ આકારને) ગ્રહણ કરે છે. માટે તે અપ્રત્યક્ષ (અપ્રામાણિક) ૧. બૌદ્ધ મતે સામાન્ય સર્વથા અસત્ છે. તે આગળ જણાવશું.