________________
તર્કભાષા વાર્તિકમ્
૧૦૮
સંબંધ વિશેષ છે. કારણ કે ભૂતલનું ઘટ વિશેષણ બને છે.
तदेवं संक्षेपतः पञ्चविधसम्बन्धान्यतमसम्बन्धसम्बद्धविशेषणविशेष्यभावलक्षणेनेन्द्रियार्थसन्निकर्षेणाभाव इन्द्रियेण गृह्यते ।
ननु षड्विधसम्बन्धेनाभावः कथं गृह्यते ? इत्यत आह 'भूतले घटाभाव' इत्यत्रसंयोगसम्बन्धसम्बन्द्वे आधारे अभावग्रहः || १|| तथा इह घटरूपे रसत्वाभाव इत्यत्र संयुक्तसमवायसम्बन्धसम्बद्धे आधारे अभावग्रहः ||२|| तथा इह रुपत्वे रुपत्वाभाव इत्यत्र संयुक्तसमवेतसमवायसम्बन्धम्बद्धे आधारे अभावग्रहः रुपत्वाभावग्रहः ||४|| तथा इह शब्दत्वे रूपत्वाभाव इत्यत्र समवेतसमवायसम्बन्धसम्बंद्धे आधारे रुपत्वाभावग्रहः || ५ || इत्येवं पञ्चविधसम्बन्धसंम्बद्धे आधारे विशेषणविशेष्यभावेन कृत्वा अभाव: प्रत्यक्षेण गृह्यते । અભાવનાસંનિકર્ષ
શંકાકાર :- છ પ્રકારના સંબંધથી અભાવ કેવી રીતે ગ્રહણ કરાય ? સમાધાન :- ૧. આ ભૂતલે ઘડાનો અભાવ છે, અહીં સંયોગસંબંધથી સંબદ્ધ આધારમાં અભાવનું જ્ઞાન થાય છે.
૨. તથા આ ઘટના રૂપમાં રસત્વાભાવ છે, અહિં ચક્ષુ સંયુક્ત ઘટ, તેમાં સમવાય સંબંધથી સંબદ્ધ રૂપ આધાર છે. તેમાં અભાવનું જ્ઞાન થાય છે.
૩. અહીં રૂપત્યમાં રૂપત્વાભાવ છે. અહીં ચક્ષુ સંયુક્તઘટ તેમાં સમવેત રૂપ તેમાં સમવાય સંબંધથી સંબદ્ધ રૂપત્વ આધાર છે. તેમાં રૂપત્વાભાવનું જ્ઞાન થાય છે.
૪. અહીં શબ્દમાં રૂપત્વાભાવ છે. અહીં શ્રોત્રાવચ્છિન્નઆકાશમાં શબ્દ એ સમવાય સંબંધથી સંબદ્ધ આધાર છે અને એમાં રૂપત્વાભાવનું જ્ઞાન થાય છે. ૫. અહીં શબ્દત્વમાં રૂપત્વાભાવ, અહીં શ્રોત્રાવચ્છિન્નઆકાશમાં સમવેત શબ્દ તેમાં સમવાય સંબંધથી સંબદ્ધ શબ્દત્વ આધાર છે. તેમાં રૂપત્વાભાવનું જ્ઞાન થાય છે.
એ પ્રમાણે પાંચ પ્રકારના સંબંધથી સંબદ્ધ આધારમાં વિશેષણવિશેષ્યભાવથી અભાવનું પ્રત્યક્ષ થાય છે.