________________
૧૦૭
તર્કભાષા વાર્તિકમ્ ૧૦. શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં રહેલ શબ્દાભાવમાં પટાભાવ છે. અહીં તાદશ
આકાશનું શબ્દાભાવ વિશેષણ છે. તેનું વિશેષણ પટાભાવ છે. માટે
વિશેષણ વિશેષણતા. ૧૧. શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં રહેલ શબ્દમાં વૃત્તિ ઘટાભાવમાં પટાભાવ છે.
શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં સમવેત શબ્દ તેનું વિશેષણ ઘટાભાવ અને તેનું
વિશેષણ પટાભાવ છે. ૧૨. શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં સમેત શબ્દ તેમાં સમવેત શબ્દ– તેનું વિશેષાગ
ઘટાભાવ તેનું વિશેષણ પટાભાવ [પટત્વાભાવ.] (શબ્દવમાં રહેલ ઘટાભાવમાં પટાભાવ છે તેનું પટવાભાવ વિશેષણ છે.) ઈત્યાદિ
જ્ઞાનમાં બારમી વિશેષણતા લાગુ પડે છે. એ પ્રમાણે જ્યાં જે પ્રકારે ન હોય તેવી વિશેષણતા કારણ તરીકે લેવી.
ભૂતલાદિમાં રહેલા તરીકેથી અભાવને ગ્રહણ કરવાની અપેક્ષાએ પરંપરા વિશેષણતા જાણવી. ઈન્દ્રિયમાં રહેલા તરીકે અભાવને ગ્રહણ કરવાની અપેક્ષાએ સાક્ષાત્ વિશેષતા જાણવી. એમ બીજાઓ કહે છે. વસ્તુતસ્તુ વડે તર્કભાષા મૂળમાં જે ઘટાદિગતપરિમાણાદિગ્રહમાં ચાર સન્નિકર્ષ અલગ માન્યા છે. તે બાબતમાં વિચારણા કરે છે. • આ વસ્તુતતું ગ્રાહ્ય નિષ્ઠસંનિકર્ષ (ઇંદ્રિયાવયવ સાથે અથવયવિ, ઇંદ્રિયાવવિ સાથે અર્થાવયવ, ઈક્રિયાવયવ સાથે અર્થાવયવ, ઇંદ્રિયાવયવિ સાથે અથવયવિ એમ ૪ પ્રકારના સંનિકર્ષ)ની કારણતામાં દોષાભાવ જ કારણ છે, ઉપરોક્ત ચાર સંનિક કારણ નથી. કેમ કે દોષાભાવ ન હોય એટલે દોષ હોય તો ચાર સંનિક કારણ નથી. માટે દોષાભાવને જ કારણ માનવું જોઈએ. હકીકતમાં ગ્રાહ્ય-શેયમાં રહેલ સન્નિકને કારણે માનીએ ત્યારે દોષાભાવ જ ત્યાં કારણ છે, નહિ કે ચાર અવયવવાળો સન્નિકર્ષ. દૂર પરિમાણ વિ. ના જ્ઞાનમાં વધારે પડતી દૂરાઈ/એકદમ-અત્યંત સમીપતા વિ. દોષ છે. (અહી આદિ શબ્દથી વધારેનું ગ્રહણ કરવું, આદિથી સંખ્યા, પૃથક્વાદિનું ગ્રહણ થાય છે. દૂરાસન્નતાદિ દશામાં તેમનું જ્ઞાન થતું નથી અથવા દૂરપરિમાણાદિમાં આદિ શબ્દ વધારે પડતો લાગે છે. અહીં ભૂતલમાં ઘટ છે, હકીકતમાં અહીં વિશેષણતા સ્વરૂપ સંબંધ છે. તે જ ઈન્દ્રિય અને અર્થનો સન્નિકર્ષ છે. સંબદ્ધ વિશેષાણતા નામનો સ્વરૂપ