________________
તર્કભાષા વાર્તિકમ્
૧૦૬
ભૂતલનું ઘટાભાવ એ વિશેષણ છે માટે.
૨. ઘટરૂપમાં રસત્યાભાવના જ્ઞાનમાં બીજી વિશેષણતા છે. એટલે કે ચક્ષુથી સંયુક્ત ઘટ છે, તેમાં સમવેત રૂપ છે. તેનું વિશેષણ રસત્વાભાવ છે. ૩. રૂપત્યમાં રસત્યાભાવ અહીં ચક્ષુથી સંયુક્ત ઘટ છે, તેમાં સમવેત રૂપ છે તેમાં સમવેત રૂપત્વ છે તેનું વિશેષણ રસત્વાભાવ છે.
૪. (શ્રોત્રાવચ્છિન્ન આકાશે) શબ્દાભાવ અહીં આવા પ્રકારનાં આકાશનું શબ્દાભાવ વિશેષણ છે માટે શુદ્ધ (નરી) વિશેષણતા છે.
૫.
ગકારે ઘટત્વાભાવ છે. અહીં શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં સમવેત ગકાર છે. તેનું વિશેષણ ઘટત્વાભાવ છે.
૬.
ગત્વે ઘટત્વાભાવ અહીં શ્રોત્રાચ્છિન્ન ગકાર સમવેત છે. તેમાં સમવેત ગત્વ છે. તેનું વિશેષણ ઘટત્વભાવ છે.
૭. ભૂતલમાં રહેલ ઘટાભાવમાં પટાભાવ છે. અહીં ચક્ષુ સંયુક્ત ભૂતલ તેનું વિશેષણ ઘટાભાવ અને તેનું વિશેષણ પટાભાવ છે.
૮. ભૂતલના રૂપમાં રહેલ ઘટાભાવ તેમાં પટાભાવ છે. અહિં ચક્ષુ સંયુક્ત ભૂતલ છે તેમાં સમવેત રૂપ છે, તેનું વિશેષણ ઘટાભાવ છે અને તેનું વિશેષણ પટાભાવ છે.
अन्ये तु भूतलादिनिष्ठतया अभावग्रहे परम्परा विशेषणता इन्द्रियनिष्ठतया अभावग्रहे साक्षाद्विशेषणतेत्याहुः ।। वस्तुतस्तु ग्राह्यनिष्ठसन्निकर्षकारणत्वे दोषाभाव एव तत्र कारणं न चतुष्टयसन्निकर्षः । दोषस्तु दूरासनत्वादि । दूरपरिमाणादिग्रहे इत्यत्रादि शब्दोऽतिरिच्यते । इह भूतले घट इत्यत्र वस्तुतस्तु विशेषणता स्वरूपसम्बन्ध स एवेन्द्रियार्थसन्निकर्षसम्बद्धविशेषणताख्यः स्वरूपसम्बन्धविशेष इति यावत् ।
૮. ભૂતલના રૂપમાં રૂપત્વ છે તેમાં વૃત્તિ ઘટાભાવમાં પટાભાવ છે. અહીં ચક્ષુ સંયુક્ત ભૂતલ તેમાં - ભૂતલમાં સમવેત રૂપ તેમાં સમવેત રૂપત્વ તેનું વિશેષણ ઘટાભાવ છે, તેનું વિશેષણ પટાભાવ છે.