________________
૧૦૩
તર્કભાષા વાર્તિકમ્ જાતિમાં જાતિને સ્વીકારતા સામાન્યમાં અનવસ્થા દોષ આવે. કારણ કે તે માનેલી જાતિ પણ જાતિ-સામાન્ય છે માટે તેમાં પણ પુનઃ સામાન્ય માનવું પડશે. એમ પરંપરા ચાલતી જ રહેશે એટલે અનવસ્થા આવે. વિશેષમાં જાતિ માનીએ તો પોતાનું સ્વરૂપ સામાન્ય ભિન્ન વિશેષરૂપ હતું તે પણ સામાન્ય રૂપે થઈ જાય. સમવાયમાં સમવાયત્વને રહેવા માટે સમવાય સંબંધ સ્વીકારેલ નથી. (અનવસ્થા આવતી હોવાથી) જ્યારે જાતિ તો સર્વ ઠેકાણે સમવાય સંબંધથી સ્વીકારેલ રહેલ છે. માટે સમવાયત્વને જાતિ તરીકે માનવામાં આવતું નથી. આવા પ્રકારનાં જાતિ બાધકનો અભાવ હોય તે સામાન્ય જાતિ કહેવાય. બાધક હોય ત્યાં ઔપાધિક સામાન્ય હોય.
છોડવાની ઈચ્છાને પેદા કરનાર બુદ્ધિ તે હાનત્વ; સ્વીકારવાની ઈચ્છાને પેદા કરનાર બુદ્ધિ ઉપાદાનત્વ, આ. ઉભયથી ભિન્ન બુદ્ધિ ઉપેક્ષા બુદ્ધિ, પરંતુ સાંપ, સોનું, ઢેફાના સમૂહાલંબનમાં ત્રણ પ્રકારની (અંશવાળી) જાતિ નથી. અવ્યાપ્ય વૃત્તિની આપત્તિ આવતી હોવાથી (આંશિક દેશમાં રહે છે માટે) એટલે તેવું સમૂહાલંબન જ્ઞાન થાય ત્યારે એક કાલે બુદ્ધિ તો ત્રણમાંથી એક જ જાગે છે. (કારણ કે આત્માને બે ર્વિરોધી ઉપોયગો એક સાથે ન હોઈ શકે.) | ‘સ વિવિધ ઈવ” અહિં એવકાર અન્ય લૌકિક પ્રયાસત્તિનો વ્યવરછેદ કરે છે, પરંતુ અન્ય પ્રયાસત્તિ માત્રનો વ્યવચ્છેદ કરનાર નથી. કેમ કે જ્ઞાન લક્ષણાદિ ત્રણ અલૌકિક પ્રયાસત્તિ તો છે જ. અલૌકિક એટલે જ્ઞાનલક્ષણો સામાન્યલક્ષણા. યોગજધર્મા રૂપ અલૌકિક છે, તેમની સાથે નવ પ્રકારની પ્રત્યાત્તિ જાણવી. તેના ઉદાહરણ આપે છે.
અલૌકિકસંનિકર્ષ જ્ઞાનાલક્ષણા - દા.ત. નાકથી પહેલાં ચંદનની ગંધ ગ્રહણ કરી હોય અને પછી આંખથી ચંદન દેખતા અહો હો ! આ સુરભિ ચંદન છે. એવું જ્ઞાન થાય છે. અહીં ચંદન દેખતા સુરભિને ગ્રહણ કરવામાં પૂર્વનું જ્ઞાન સબ્રિકનું કામ કરે છે, કારણ કે પૂવૉક્ત જ્ઞાનજ સુરભિ સાથે આંખનું પરંપરાએ જોડાણ કરી આપે છે. સ્વ-ચક્ષુ સંયુક્ત આત્મા તેમાં સમવેત સૌરભજ્ઞાન વિષયતાસંબંધથી ચંદનગત સૌરભમાં છે. એટલે કે આંખ સ્વસંયુક્તસમતત્વ સંબંધથી સૌરભજ્ઞાન સાથે જોડાઈ 'સુરભિચંદન’ આવું જ્ઞાન પેદા કરે છે.