________________
તર્કભાષા વાર્તિકમ્
૧૦૦ તથા ગંધના આધાર તરીકે રહેલ પુષ્પના અવયવોનો નાક સાથે સંબંધ થતા ગંધનું જ્ઞાન થાય છે. માટે કોઈ પણ જાતનું અણઘટતુ નથી.
નામ જાત્યાદિ યોજના હીન' - નામ જાત્યાદિ યોજના - સંબંધના વિષય વગરનું જ્ઞાન નિર્વિકલ્પક છે.
નિર્વિકલ્પકત્વ જાતિ નથી. કેમ કે ધર્મ અંશમાં નિર્વિકલ્પ સ્વરૂપવાળા અને ધર્મ અંશમાં વિકલ્પ સ્વરૂપવાળા નરસિંહાકાર જ્ઞાનમાં અવ્યાપ્યવૃતિનો પ્રસંગ આવે. નિર્વિકલ્પકજ્ઞાન બે પ્રકારનું હોય છે, વિશુદ્ધ અને મિશ્ર, કોઈપણ અંશમાં વિશિષ્ટગ્રાહી ન હોય - ગો - ગોવદિનું સર્વ પ્રથમ થતું સ્વરૂપમાત્ર ગ્રાહી જ્ઞાન તે વિશુદ્ધ નિર્વિકલ્પક. મુખ્યઅંશમાં નિર્વિકલ્પક હોય અને અમુક અંશમાં વિશિષ્ટગ્રાહી પણ હોય તેને મિશ્ર નિર્વિકલ્પક કહેવાય. એનું જ નામ નરસિંહાકાર જ્ઞાન છે.
___यदा च निर्विकल्पकसविकल्पकात्मकं ज्ञानमिति न पक्षः, तदा निर्विक ल्पकत्वं साक्षाद्व्याप्यजातिः । सापिलक्षणं योजनात्मकमितिसम्बन्धविषयज्ञानत्वमात्रलक्षणं नरसिंहाकारज्ञानाभावपक्षे जात्यादियोजनाऽभावात् नरत्वं सिंहत्वं વ ન રાતિ તિ |
આ જ્ઞાનની ધર્માશમાં નિર્વિકલ્પકતા, ધર્મેશમાં સવિકલ્પકતા આ પ્રમાણે છે. ઘટાદિ પદાર્થનું સવિકલ્પકજ્ઞાન થાય, ત્યારે સામાન્યથી તેનું અનુભવ જ્ઞાન (=માનસપ્રત્યક્ષ) થાય. તે વખતે મનનો ઘટજ્ઞાન સાથે સંયુક્ત સમવાય અને જ્ઞાનત્વના પરસ્પર સંબંધનું ગ્રહણ ન કરી બંનેના સ્વરૂપમાત્રને ગ્રહણ કરનાર નિર્વિકલ્પકનો ઉદય થાય છે, એ જ નરસિંહાકારજ્ઞાન. એ જ્ઞાનમાં પહેલા ઘટ સાથે મનની જ્ઞાનલક્ષણા પ્રયાસત્તિ રહેવાથી જ્ઞાનના વિશેષણ સ્વરૂપે ઘટનું ભાન અનિવાર્ય છે. તેથી “જ્ઞાનજ્ઞાનત્વે એમ નિર્વિકલ્પક ન થતા “વજ્ઞાન જ્ઞાનત્વે એમ નિર્વિકલ્પક થશે, તેથી કેવલ જ્ઞાનત્વ અંશમાં જ આ જ્ઞાન નિર્વિકલ્પક છે. જ્ઞાનાંશમાં સવિકલ્પક છે. શુદ્ધ નિર્વિકલ્પક જ્ઞાનમાં નિર્વિકલ્પકત્વ જાતિ જ રહે. શુદ્ધ સવિકલ્પક જ્ઞાનમાં સવિકલ્પકત્વ જાતિ જ રહે, જ્યારે ઉપરોક્ત જ્ઞાનમાં બન્ને રહેવાથી સાંર્ય દોષ આવે. અથવા (ઉપરોક્ત નરસિંહાકાર જ્ઞાનમાં નિર્વિકલ્પક જાતિ ન માનીએ તો સાંક્ય ન આવે, પરંતુ જ્યાં જ્યાં નિર્વિકલ્પક