________________
તર્કભાષા વાર્તિકમ્ ૩. ઈન્દ્રિયનો અર્થ સાથે. ૪. અર્થ સાથે જોડાયેલ ઈંદ્રિયથી નિર્વિકલ્પ જ્ઞાન પેદા થાય છે.
ઉધની અવસ્થામાં મન સર્વ ઈન્દ્રિયોથી છુટુ પડી સ્વપ્નનાડીમાં રહેતું હોવાથી પ્રલીનમનવાળા આત્માને જ્ઞાતૃત્વ ઘટી શકતું નથી. માટે જ્ઞાનસારૂ આત્માનો મન સાથે સંયોગ હોવો જોઈએ, વળી આત્મા મનનો સંયોગ હોવાથી બાહ્ય વિષયનું જ્ઞાન થતું નથી. ઇંદ્રિયનો મન સાથે સંબંધ હોવો જોઈએ. આ બધું હોવા છતાં પણ બાહ્ય અર્થ સાથે ઈંદ્રિયનો સંબંધ ન હોય તો પ્રતીતિ થતી ન હોવાથી તેવો સંબંધ પણ હોવો જરૂરી છે.
શંકાકાર :- આંખ ખોલતાની સાથે અનેક જોજન દૂર રહેલ સૂર્ય બિમ્બ દેખાય છે. રાજમહલમાં વાગતી ભેરીનો અવાજ પોતાનાં ઘરમાં જ રહેલા પુરૂષને સંભળાય છે. તથા માર્ગમાં ફરતા પુરૂષને વાડીમાં રહેલ ફૂલની ગંધ જણાઈ આવે છે. તો ત્યાં ઈંદ્રિય અને અર્થનો સંબંધ કેવી રીતે ?
विप्रतिपन्नानि इन्द्रियाणि प्राप्तप्रकाशकानि बाह्येन्द्रियत्वात् । त्वगिन्द्रियवत् । दृष्टो हि लाघवातिशयों यद् उदयाचलचूलावलम्बिन्येवार्के भुवने आलोकः प्रसरीसरीति । तद्वन्नयनोन्मीलनानन्तरं तद्रझ्मयोऽर्कमण्डलं प्राप्यैव प्रकाशयन्ति तथा वीर्चीतरङ्गन्यायेन कर्णपथं प्राप्तस्यैव सब्दस्योपलब्धिः । तथा गन्धाधारत्वेन स्थितानां पुष्पांवयाना घ्राणस्य च सम्बन्धे सत्येवगन्धोपलम्भः स्यादिति न काचिदनुपपत्तिरिति । नामेति योजनासम्बन्धाविषयकज्ञानत्वं निर्विकल्पकमित्यर्थः; निर्विकल्पकत्वं न जातिः धर्मांशे निर्विकल्पस्वरूपे धयंशे सविकल्पकत्वरूपे नरसिंहाकारज्ञानेऽव्याप्यवृत्तित्वप्रसङ्गात् ।
સમાધાન - વિવાદાસ્પદ ઇંદ્રિયો અર્થને પ્રાપ્ત કરીને પ્રકાશિત કરે છે, બાહ્ય ઈન્દ્રિય હોવાથી, જેમ સ્પર્શેન્દ્રિય (જેનો સ્પર્શ થાય તેનું જ જ્ઞાન થાય છે.) આપણે પણ જોઈએ છીએ કે લાઘવના અતિશયથી કે વેગના અતિશયથી જે ઉદયાચલ પર્વતના શિખરે રહેલ સૂરજનો પ્રકાશ પૃથ્વી ઉપર ફેલાય છે. તેમ આંખ ખોલતાની સાથે મૈત્રની રશ્મિ સૂર્યમંડળે પહોંચી સૂર્યને પ્રકાશિત કરે છે.
તથા વીચીતરંગના ન્યાયથી કાનમાર્ગે આવેલા શબ્દનું જ જ્ઞાન થાય છે.