________________
૮૫
તર્કભાષા વાર્તિકમ્
ઉત્તર ઃ નિર્વિકલ્પક જ્ઞાન પછી, જ્યારે નામ, જાતિ વગેરેની યોજનાવાળું, ‘આ ડિન્થ છે; આ બ્રાહ્મણ છે; આ શ્યામ છે' એમ વિશેષણ-વિશેષ્યભાવથી યુક્ત સવિકલ્પકજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે ઈન્દ્રિયાર્થ-સંનિકર્ષ કરણ હોય છે. ઈન્દ્રિયસંનિકર્ષથી જન્ય નિર્વિકલ્પજ્ઞાન છે અને તે ઈન્દ્રિયસંનિકર્ષથી જન્ય સર્વિકલ્પજ્ઞાનનું જનક પણ છે, માટે અહીં નિર્વિકલ્પજ્ઞાન વ્યાપાર રૂપે બને છે અને ઈન્દ્રિયસંનિકર્ષ વ્યાપારી બનતો હોવાથી કરણ કહેવાય છે. એમ અન્યત્ર પણ સમજવું.
પ્રશ્ન : જ્ઞાન ક્યારે કરણ હોય છે ?
ઉત્તર ઃ ઉપર પ્રમાણે (સમજાવેલા) સવિકલ્પક જ્ઞાન પછી જ્યારે (જ્ઞાત વસ્તુનો) ત્યાગ કરવાની કે તે તરફ ઉપેક્ષા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે નિવિકલ્પક જ્ઞાન કરણ હોય છે. સવિકલ્પક જ્ઞાન અવાન્તર વ્યાપાર છે અને ત્યાગ વગેરે કરવાની બુદ્ધિ ફળ છે..
જે પોતે તે (કરણ)માંથી ઉત્પન્ન થયો હોય (અને) તે (કરણ) માંથી ઉત્પન્ન થનારનો ઉત્પાદક હોય તે અવાન્તર વ્યાપાર (કહેવાય છે.) દા.ત. કુહાડીથી ઉત્પન્ન થનાર કુહાડી અને કાષ્ઠનો સંયોગ કુહાડીથી ઉત્પન્ન થનાર છેદનનો (પણ) ઉત્પાદક છે. (તેથી કુહાડી તથા કાષ્ઠનો સંયોગ એ અવાન્તર વ્યાપાર થયો.).
અહીં (પ્રત્યક્ષપ્રમાના ત્રિવિધ કરણની બાબતમાં) કોઈ એક કહે છે કે સવિકલ્પક વગેરેનું તો ઈન્દ્રિય (એક જ) કરણ છે. વચ્ચે થનારા (સંનિકદિ) જે કોઈ હોય તે સર્વે અવાન્તરવ્યાપાર છે.
(૨૬) (પોઢા મ્યુન્દ્રિયસંનિર્વ)
इन्द्रियार्थयोस्तु यः संनिकर्षः साक्षात्कारिप्रमाहेतुः स षड्विध વ । તવા સંયોગ, સંયુત્તસમવાય:, સંયુત્ત્તસમવ્રતસમવાય:, સમवायः, समवेतसमवायो, विशेष्यविशेषणभावश्चेति ।
(૨૭) (સંયોગનિપ)
तत्र यदा चक्षुषां घटविषयं ज्ञानं जन्यते तदा चक्षुरिन्द्रियं घटोऽर्थः । अनयोः संनिकर्षः संयोगः एवायुतसिद्ध्यभावात् । एवं मनसाऽऽन्तरे -