________________
५४
તર્કભાષા વાર્તિકમ
તેમાં ઈન્દ્રિય ક્યારે કરણ હોય છે ?
ઉત્તર : જ્યારે નિર્વિકલ્પક (જ્ઞાન) રૂ૫ પ્રમા ફળ હોય છે, ત્યારે ઈન્દ્રિય કરણ હોય છે. તે પ્રમાણે સમજાવતાં કહે છે કે-) આત્મા મન સાથે જોડાય છે, મન ઈન્દ્રિય સાથે જોડાય છે, (અને ઇન્દ્રિય (તેના) અર્થ સાથે જોડાય છે, કારણ કે ઈન્દ્રિય વસ્તુને પ્રાપ્ત કરીને (ની સાથે જોડાયા પછી જો અર્થને પ્રકાશિત કરે છે (= પદાર્થનું જ્ઞાન કરાવે છે) એવો નિયમ છે.'
પછીથી અર્થ સાથે જોડાએલ ઈન્દ્રિય વડે નામ, જાતિ વગેરે (પ્રકારની) યોજના વિનાનું માત્ર વસ્તુને જ ગ્રહણ કરનારું, “આ કંઈક છે.” એવા પ્રકારનું નિર્વિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ છેદન (લાકડી વગેરે કાપવાની) કિયાનું કરણ કુહાડી છે; તથા છેદન ક્રિયાનું સાધન (કરણ) એવી કુહાડીનો કપાતા લાકડા સાથેનો સંયોગ (અવાજોર વ્યાપાર છે). તેમ ઈન્દ્રિય અને અર્થનો સંનિકર્ષ અવાજોર વ્યાપાર છે. જેમ કુહાડીનું ફળ છેદન છે, તેમ (અહીં) નિર્વિકલ્પક જ્ઞાન (એ) ફળ છે.
कदा पुनरिन्द्रियार्थसंनिकर्षः करणम् ? .
यदा निर्विकल्पकानन्तरं सविकल्पकं नामजात्यादियोजनात्मकं डित्थोऽयं ब्राह्मणोऽयं श्यामोऽयमिति विशेषणविशेष्यावगाहि ज्ञानमुत्पद्यते तदेन्द्रियार्थसन्निकर्पः करणम् । निर्विकल्पकज्ञानामवान्तरव्यापारः, सविकल्पकज्ञानं फलम् ।
कदा पुनर्ज्ञानं करणम् ।
यदोक्तसविकल्पकानन्तरं हानोपादानोपेक्षावुद्धयो जायन्ते तदा निविकल्पकं ज्ञानं करणम् । सविकल्पकज्ञानमवान्तरब्यापारः । हानादिबुद्धयः फलम् । तज्जन्यस्तजन्यजनकोऽवान्तरन्यापारः । यथा कुटारजन्यः कुटारदारुसंयोगः कुटारजन्यच्छिदाजनकः । अत्र कश्चिदाह । सविकल्पकादीनामपीन्द्रियमेव करणम् । यावन्ति त्वान्तरालिकानि संनिकर्षादीनि तानि सर्वाण्यवान्तरव्यापार इति ।
પ્રશ્ન : ઈન્દ્રિયાઈ સંનિકર્ષ ક્યારે કરણ હોય છે ?