________________
તર્કભાષા વાર્તિકમ્
હવે પ્રત્યક્ષ પ્રમાણને ઓળખાવે છે...
સાક્ષાત્કારિણી = (સીધી ઈન્દ્રિય સન્નિકર્ષથી ઉત્પન્ન) પ્રમાના કરણને પ્રત્યક્ષ કહેવામાં આવે છે.
૯૩
પ્રમાકરણ પ્રત્યક્ષ પ્રમાણે એટલું જ કહીએ તો અનુમિતિનાં કરણભૂત અનુમાનમાં અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે ‘સાક્ષાત્કારિ’ પદ મૂક્યું. ‘‘સાક્ષાત્કારિણી ચ પ્રમા સૈવોચ્યતે યા ઈન્દ્રિયજા'' - ઈંદ્રિયોથી ઉત્પન્ન થનારી પ્રમા જ સાક્ષાત્કારિણી પ્રમા કહેવાય.
શંકાકાર :- અનુમિતિ ઉપમિતિ વિ. પણ ઈન્દ્રિયથી ઉત્પન્ન થાય છે. કારણ કે દરેક જ્ઞાન મનથી ઉત્પન્ન થનાર છે. (મન પણ અત્યંતર ઈદ્રિય છે.)
સમાધાન :- જેમાં અનુભવની અનુવૃત્તિ હોય અને જ્ઞાનરૂપ કરણથી જન્ય જે જ્ઞાન છે, તેની વ્યાવૃત્તિ હોય તે ધર્મ વિશેષ જ સાક્ષાત્ત્વ છે. સાક્ષાત્ત્વ પ્રત્યક્ષથી જન્મ ઉપાધિ નથી, કારણ કે તેમ કહેતાં આત્માશ્રય દોષ આવે. કેમકે સાક્ષાત્ત્વને પ્રત્યક્ષથી જન્ય એમ કહીએ, પણ પ્રત્યક્ષનું જ્ઞાન કરવા સ્વ = સાક્ષાત્ત્વની અપેક્ષા રહે છે. પ્રત્યક્ષનું જ્ઞાન થાય ત્યારે જન્ય સાક્ષાત્ત્વનું જ્ઞાન થાય, જન્ય સાક્ષાત્નું જ્ઞાન થાય ત્યારે પ્રત્યક્ષ પ્રમાણનું જ્ઞાન થાય, એમ અનયોન્યાશ્રય દોષ પણ આવે. યદ્દા કહી બીજું લક્ષણ બતાવે છે.
ઈન્દ્રિયથી જન્ય જ્ઞાનત્વ તે ઈન્દ્રિયલક્ષણ- સ્વરૂપ સાક્ષાત્ત્વ છે, તે સાક્ષાત્ત્વ જ્ઞાનત્વ જાતિથી ઘટિત છે. તે લક્ષણમાં સાક્ષાત્કારિપદ ન મૂકવું. એથી જ ઈન્દ્રિયજા એ પ્રમાણે મૂળમાં કહેલું સંગત થાય. અથવા અનુભવત્વ જાતિથી ઘટિત લક્ષણ લેવાનું છે. એટલે સાક્ષાત્કારી અનુભવત્વ જાતિવાળુ તે સાક્ષાત્ત્વ, માટે તે વ્યર્થ નથી.
कदा पुनरिन्द्रियं करणम् ? यदा निर्विकल्पकरूपा प्रमा फलम् । तथा ह्यत्मा मनसा संयुज्यते, मन इन्द्रियेण, इन्द्रियमर्थेन । इन्दियाणां वस्तुप्राप्यप्रकाशकारित्वनियमात् । ततोऽर्थसंनिकृष्टेनेन्द्रियेण निर्वकल्पकं नामजात्यादियोजनाहीनं वस्तुमात्रावगाहि किञ्चिदिदमिति ज्ञानं जन्यते तस्य ज्ञानस्येन्द्रियं करणं छिदाया इव परशुः । इन्द्रियार्थसंनिकर्षोsवान्तरव्यापारः छिदाकरणस्य परशोरिव दारुसंयोगः । निर्विकल्पकं ज्ञानं फलं परशोरिव छिदा ।
-