________________
તર્કભાષા વાર્તિકમ્ દેખી શકાશે નહિં. અરૂપિ દ્રવ્ય હોવાથી જેમ પવન. અહીં હેતુ માત્ર અરૂપિત્થાત્ એટલું જ કહીએ તો રૂપ વિગેરેમાં અતિવ્યાપ્તિ આવશે, કારણ કે રૂપ ગુણ હોવાથી એમાં રૂ૫ રહેતું નથી, તેનાં નિરાસ માટે દ્રવ્યપદ મૂક્યું છે. અદ્રવ્યત્વાતુ એમ કહીએ તો પટ-વસ્ત્રમાં કોઈ દ્રવ્ય નથી એટલે અદ્રવ્ય જ છે, પણ તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ તો થાય છે. એટલે તેમાં (સાધ્યાભાવમાં) હેતુ જવાથી અતિવ્યાપ્તિ થશે. માટે અરૂપિદ્રવ્યત્વાત્ એવો હેતુ મૂક્યો છે. વસ્ત્ર અરૂપિદ્રવ્ય નથી.
તે જ દ્રવ્ય આંખથી દેખી શકાય છે કે જેમાં મહતું પરિમાણ હોય તથા ઉદ્ભતરૂપ' હોય. ‘રૂપ ” એટલું જ કહીએ તો તપેલાં પાણીમાં રહેલી
અગ્નિમાં અતિવ્યાપ્તિ થશે. તેના નિરાશ માટે “ઉદ્ભૂત” પદ ઉમેર્યું, એમ છતાં ઉદ્ભતરૂપવાળા પૃથ્વીપરમાણુમાં અતિવ્યાપ્તિ થશે, તેનાં ભંગ માટે મહત્વેસતિ' ઉમેર્યું છે. પરમાણુ મહદ્ પરિમાણવાળા નથી. માટે અતિવ્યામિ નહિ આવે. હવે રૂપવ ને બદલે ગુણવત્ કહીએ તો વાયુમાં અતિપ્રસંગ આવશે. કારણ સ્પર્ધાદિ ઉદ્ભૂત ગુણ તો વાયુમાં છે પણ તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. છતાં ઉપરોકત હકીકત ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાસ માટે રૂપવ કહ્યું. ____ महत्परिमाणाधिकरणं द्रव्यं चाक्षुषं इत्युक्ते गगनादावतिप्रसङ्गस्तद्भङ्गार्थं विशेष्यं पदं लक्ष्ये च द्रव्यपदं घटादिंगतचाक्षुषरूपादिनिराकरणार्थम् ॥ | ‘મહતું પરિમાણનું જે અધિકરણ હોય એવું દ્રવ્ય આંખથી દેખી શકાય એમ કહીએ તો આકાશમાં અતિપ્રસંગ આવે, કારણ કે તેમાં પરમમહત્પરિમાણ રહેલ છે. તેના ભંગ માટે ઉભૃતરૂ૫વ એવું વિશેષ(પદ) મૂક્યું છે, ગગન રૂપી નથી. ‘તદેવ હિ દ્રવ્ય ચાક્ષુષ” એમ લક્ષ્યમાં દ્રવ્ય પદ ઘટાદિગત રૂપાદિના નિરાકરણ માટે છે. એટલે કે રૂપના ચાક્ષુષ પ્રત્યક્ષ માટે ઉપરોક્ત શરત જરૂરી નથી. '
દ્રવ્યની વિચારણા समवायिकारणं द्रव्यमिति अस्य पदकृत्यानि । कारणं द्रव्यमित्युक्ते पटासमवायिकारणे संयोगेऽतिप्रसक्तिस्तन्निरासाय समवायीति । समवायीत्युच्यमाने गुणत्वसमवायिगुणेऽतिप्रसक्तिस्तन्निरासाय कारणमिति, समवायि च तत्कारणं