________________
૮ર
તર્કભાષા વાર્તિકમ્ આ ડાબું અને ડાબાથી ઈતર-જમણું ગાયનું સિંગડું એક સાથે ઉત્પન્ન થાય છે. માટે તેની વચ્ચે કાર્યકારણ ભાવ નથી. તેમ જ દ્રવ્ય અને ગુણ સાથે જ ઉત્પન્ન થશે, તો દ્રવ્ય(ધટ) સ્વગત રૂપાદિનું સમવાયી કારણ બની શકે નહિં; (માટે) પરંતુ શરૂઆતમાં દ્રવ્ય નિર્ગુણ જ હોય છે.
શંકાકાર :- ઘટની આઘક્ષણે પણ તેની સાથે કાળાદિનો સંયોગ તો હોય જ છે. અને સંયોગ તો ગુણ છે, તે પછી ઘટ આદ્ય ક્ષણે નિર્ગુણ કેવી રીતે કહેવાય ?
સમાધાન :- ત્યારે તે સંયોગ મૂર્ત નથી. માટે તે સંયોગ ન લેવાય, મૂર્ત સંયોગ જ લેવાનો છે. વળી કારણ ભેદના આધારે જ કાર્ય ભેદ હોય છે. જો બન્ને એક સમય માનો તો સમાન કારણ હોવાથી ગુણ ગુણીમાં કશો ફેરફાર સંભવી જ ન શકે.
અહીં કારણ શબ્દ સામગ્રી વાચી છે. કારણ કે અનેક કારણથી ઉત્પન્ન થનારું વસ્ત્ર પણ એક રૂપે દેખાય છે. (કારણની ભિન્નતા છે, પણ સામગ્રી ભેદ નથી માટે) એટલે કે કારાણભેદથી નિયત (પ્રતિબદ્ધ) કાર્યભેદ નથી હોતો, પણ સામગ્રી ભેદ સાથે વ્યાપ્તિ હોવાથી કાર્યભેદ તેના સામગ્રી ભેદને જણાવે છે. જેમાં અગ્નિ સાથે વ્યાપ્તિવાળો-પ્રતિબદ્ધ ધૂમ અગ્નિને જણાવે છે.
नन्वेवं सति प्रथमेक्षणे घटोऽचाक्षुषः स्याद्, अरूपिद्रव्यत्वाद् वायुवत्। तदेव हि द्रव्यं चाक्षुषं, यन्महत्वे सत्युद्भूतरुपवत् । अद्रव्यं च स्याद् गुणाश्रयत्वाभावात् । गुणाश्रयो द्रव्यमिति हि द्रव्यलक्षणम् । ___ अरूपीति अरूपित्वादित्युक्ते रूपादावतिप्रसक्तिस्तन्निरासाय द्रव्येति । अद्रव्यत्वादित्युक्ते पटादावतिप्रसक्तिस्तन्निरासायारूपिद्रव्यत्वादिति । तदेव हि द्रव्यं चाक्षुषं यन्महत्वे सति उद्भूतरूपवदिति अत्र रूपवद्र्व्यमित्युक्ते तप्तवारिस्थतेजसि अतिव्याप्तिस्तन्निरासाय 'उद्भूतेति' तावत्युक्ते उद्भूतरूपवति पार्थिवपरमाण्वादावतिप्रसक्तिस्तद्भङ्गार्थं महत्त्वे सतीति, अथ महत्त्वे सति उद्भूतगुणवति वायावतिप्रसङ्गस्तद्भङ्गा) रूपवदिवृति ।
(પૂર્વપક્ષ) શંકાકાર :- "પ્રથમ ક્ષણે ઘટો અચાક્ષુષ અરૂપિદ્રવ્યતા વાયુવ” જો પ્રથમક્ષણે દ્રવ્ય નિર્ગુણ રહેતું હોય, તો ઘડો પહેલી ક્ષણે આંખથી