________________
श्रीकुमारविहारशतकम्
કરનારું છે, તેની અંદર અશ્વ, કલ્પવૃક્ષ, ચંદ્ર, કામધેનુ, લક્ષ્મી અને ઐરાવતના ભીંત પર ચિત્રેલાં ચિત્રોના પ્રતિબિંબ પડવાથી મથન કરવાના ઉત્પાતની પીડાને નહિં જાણનારા ક્ષીરસાગરના સૌભાગ્યને તે ધારણ કરે છે. ૧૦
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ચંદ્રકાંત મણિમય છે તે પ્રતિમાને જ્યારે સ્નાત્ર કરાવે છે, ત્યારે તેમાંથી ચંદ્રકાંત મણિના ઝરણાઓ ઝરે છે. જે ભવિપ્રાણી ઉપર એ સ્નાત્ર જળનું સિંચન થાય છે, તે ભવિપ્રાણી શોકથી મુક્ત થઈ જાય. છે. તે ચંદ્રકાંતમય પ્રતિમાને જ્યારે સ્નાત્ર કરાવવામાં આવે છે, ત્યારે . તે સ્નાત્ર જળની અંદર મંદિરની ભીંતો ઉપર ચિતરેલા અશ્વ, કલ્પવૃક્ષ, ચંદ્ર, કામધેનુ, લક્ષ્મી અને ઐરાવતના ચિત્રોના પ્રતિબિંબો પડે છે. આ દેખાવ ઉપરથી કવિ કલ્પના કરે છે કે, સમુદ્રના મથનની વાર્તા લોકમાં પ્રસિદ્ધ છે. ને મથન કરેલા સમુદ્રમાંથી ચૌદ રત્નો નીકળેલાં છે. તે ચોદ રત્નોમાં અશ્વ, કલ્પવૃક્ષ, ચંદ્ર, કામધેનુ, લક્ષ્મી અને ઐરાવત એ રત્નો પ્રખ્યાત છે. પ્રભુના સ્નાત્ર જળ રુપ સમુદ્રમાં પ્રતિબિંબિત થયેલા અશ્વ, વગેરે રત્નો મથન કરવાની પીડા વગર પ્રાપ્ત થયેલા દેખાય છે. તેથી આ સ્નાત્રજળનો ક્ષીરસાગર પેલા ક્ષીરસાગરથી વિશેષ સૌભાગ્યવાનું છે. અહિં વ્યતિરેકાલંકાર થાય છે. ૧૦
निर्गच्छत्कांतिवीचीनिचयधवलिताभ्यर्णसौवर्णभित्तिर्यस्यांतश्चंद्रकांतोपलशकलमयी पुत्रिकांभः किरती। वंदारूणां त्रिलोकीप्रसृमरयशसो देवदेवस्य पादान् शौचाचारे गलंतीललितमविकलं नक्तमाविष्करोति ॥११॥