________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - અહિંથી આ મહા કાવ્યની વસ્તુનું વર્ણન શરું થાય છે. અને તે વસ્તુને આશીર્વાદ રૂપે વર્ણવે છે-મહારાજા કુમારપાળે રચેલું ચૈત્ય કે જે કુમારવિહારના નામથી પ્રખ્યાત છે અને તે ઉપરથી જ આ કાવ્યનું નામ પણ કુમારવિહાર પડેલું છે; તે ચૈત્ય આ કાવ્યના વાચકોને તથા શ્રોતાઓને તેજ આપો. તે ચૈત્યને જોવાથી અનેક આશ્ચર્ય ઉત્પન્ન થાય છે, તેથી તે આશ્ચર્યનું મંદિર છે. તે ચૈત્યના દર્શનથી અનેક જાતના ગુણો થાય છે, તેથી તે ઉદાર ગુણોથી મનોહર છે. મનોહર અને ઉચું એવું તે ચૈત્ય આ પૃથ્વીરુપી સ્ત્રીના તિલકરુપ છે. આવા ઉત્તમ વિશેષણોને લઈને તે ચૈત્ય તેજ આપવાને સમર્થ છે. ૯ यस्मिन्नास्थानभाजः शशिमणिवपुषः पार्श्वनाथस्य गात्रम् स्नात्रांभःसेकमात्रप्रणयविघटितास्तोकलोकाधिशोकम् ।
संक्रामद्भिस्तुरंगद्रुमशशिसुरभिश्रीगजैभित्तिचित्रैः . सौभाग्यं दुग्धसिंधोरविदितमथनोत्पातबाधस्य धत्ते ॥१०॥ : अवचूर्णिः- यस्मिन् प्रासादे आस्थानभाजः शशिमणिवपुषः 'पार्श्वनाथस्य स्नात्रांभःसेकमात्रप्रणयविघटितास्तोकलोकाधिशोकं गात्रं भित्तिचित्रैः संक्रामभिः तुरंगद्रुमशशिसुरभिश्रीगजैः अविदितमथनोत्पातबाधस्य दुग्धसिंधोः सौभाग्यं धत्ते । अविदितोऽज्ञातो मथनमेव उत्पातबाधो यस्य दुग्धसिंधोः । (स्नात्रस्यांभः) तस्य सेक एव सेकमात्रं તસ્ય પ્રાયઃ સંછેષ: ૨ના
ભાવાર્થ - જે કુમારવિહાર નામના જિનાલયમાં સ્થાન કરીને રહેલા અને ચંદ્રકાંત મણિમય શરીરવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ગાત્ર સ્નાત્ર જળના સિંચનમાત્રથી નમ્ર એવા ઘણાં લોકોના શોકને નાશ