________________
૮૬
श्रीकुमारविहारशतकम्
शेषे पार्श्वस्य पार्श्वं सततमधिगते भूतधात्रीमधस्तादेकः शश्वद्दधानो मनसि यदि परं दुःस्थितः कूर्मराजः ॥७७॥
...
अवचूर्णि:- अशेषादभुत सलिलनिधेर्यस्य प्रासादस्य आलोकात् वा अथवा उग्रमाहात्म्यतोऽस्मिन् भूर्भुवःस्वस्त्रयेऽसौ प्राणी नास्ति यः प्रमदपरमना नाभूत् परं केवलं पार्श्वस्य पार्श्वनाथस्य पार्श्वं समीपं सततं निरंतर अधि प्राप्ते शेषे सति भूतधात्रीं पृथ्वीं अधस्तात् शश्वन्निरंतरं दधानः एकः कूर्मराजो. मनसि यदि दुःस्थितोऽस्ति | अद्भुतानि आश्चर्याणि तेषां सलिलनिधिः समुद्रः । प्रमदेन हर्षेण परं प्रकृष्टं मनो यस्य प्राणिनः ||७७||
B
ભાવાર્થ
સમગ્ર અદ્ભુતોના સમુદ્રરૂપ એવા જે ચૈત્યના જોવાથી અથવા તેના મોટા માહાત્મ્યથી આ ત્રણે લોકમાં એવો કોઈ પ્રાણી ન હતો કે, જેનું મન તે જોઈ હર્ષિત થયું ન હોય. પરંતુ તે ચૈત્યમાં રહેલા શ્રીપાર્શ્વનાથ પ્રભુની પાસે સતત શેષનાગ રહેતો, તેથી આ પૃથ્વી નીચે તેને સતત ધારણ કરી રહેલો કૂર્મરાજ (કાચબો) એક જ જો પોતાના મનમાં દુઃખી રહેતો હોય તો વખતે,સંભવે છે. ૭૭ વિશેષાર્થ આ શ્લોકથી કવિએ તે ચૈત્ય અને તેની અંદર બિરાજમાન થયેલા શ્રીપાર્શ્વનાથ પ્રભુનો અદ્ભુત મહિમા દર્શાવ્યો છે. તે ચૈત્ય એવા અદ્ભુતનો મહાસાગર હતું, કે તેને જોનાર દરેક માણસ હૃદયમાં અતિ આનંદ પામ્યા વિના રહેતો નહીં. તેમાં કવિ એક કલ્પના કરે છે કે, દરેક માણસ તે ચૈત્યને જોઈ આનંદ પામતો પણ વખતે લૌકિકમાં કહેવા પ્રમાણે આ પૃથ્વી નીચે રહેલો કૂર્મ એક નાખુશ થતો હશે કારણ કે, પૃથ્વીને ધારણ કરવામાં સાથે રહેનાર શેષનાગને શ્રીપાર્શ્વનાથ પ્રભુએ પોતાની પાસે રાખ્યો છે, તે વાત પૃથ્વીને એકલા· ધારણ કરી રહેલા કાચબાથી સહન થઈ શકતી નહીં હોય. શ્રીપાર્શ્વનાથ
-