________________
૮૫
श्रीकुमारविहारशतकम्
...
तान् तान् तुहिनगिरिकुबेराद्रिहेमाचलादीन् भूयो भूयः पुनः पुनरवलोक्य चेद्यदि कौतुकं प्रशमं उपययौ तदा आस्व नो चेत् कांचित् हृदयहरीं विभूषां कुरु तां धरित्रीं व्रजामः इत्थं अनेन प्रकारेण यत्र प्रासादे यात्रासु देवाः स्वां स्वां पुरंध्रीं प्रति मुहुर्वारंवारं अभिदधति कथयंति । तुहिनगिरिः हिमाद्रिः । વેરાત્રિ વૈતારાઃ | હેમાદનો મેરુઃ ||૬||
ભાવાર્થ - જે ચૈત્યની અંદર યાત્રાને વિષે દેવતાઓ પોતપોતાની સ્ત્રીને વારંવાર આ પ્રમાણે કહે છે - દર્શનીય પદાર્થોમાં મુગટ રૂપ એવા તે તે તુહિનગિરિ; કુબેરાદ્રિ અને હેમાચલ વગેરેને વારંવાર જોઈને જો તારૂં કૌતુક શાંત થયું હોય તો અહિં દેવલોકમાં જ બેસી રહો અથવા જો ન થયું હોય તો કોઈ હૃદયને હરનાર આભૂષણ કરો, આપણે તે ચૈત્યની ભૂમિમાં જઈએ. ૭૬
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકારે દેવભૂમિમાં પણ તે કુમારવિહાર ચૈત્યની યાત્રાનું માહાત્મ્ય દર્શાવેલું છે. દેવભૂમિમાં દેવતાઓ પોતાની સ્ત્રીઓને કહે છે કે, ‘જો હિમાલય, કૈલાસ અને મેરૂ પર્વત વગેરે પર્વતોને વારંવાર જોઈ તમારૂં કૌતુક શાંત થયું હોય તો આ દેવભૂમિમાં બેસી રહો, નહીં તો કોઈ મનોહર આભૂષણ ધારણ કરી તે મર્ત્ય લોકમાં આવેલા તે કુમારવિહાર ચૈત્યની યાત્રા કરવાને આપણે જઈએ, અર્થાત્ તે એટલું બધું જોવા લાયક છે કે, તમને કૌતુક ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. જે દર્શનીય પદાર્થો તમે સ્વર્ગમાં જુઓ છો, તેનાથી તે અધિક દર્શનીય છે. ૭૬
यस्यालोकादशेषाद्भुतसलिलनिधेरुग्रमाहात्म्यतो वा नासौ प्राणी न योऽभूत्प्रमदपरमना भूर्भुवः स्वस्त्रयेऽस्मिन् ।
...