SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ સિવાય દુનિયામાં બીજી કઈ વસ્તુ નથી. પણ સવ વસ્તુઓને સમાસ આ બેની અંદર થઈ શકે છે. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ આ સાત ત પણ કહેવાય છે, અથવા પુણ્ય પાપને આશ્રવમાં સમાવેશ ન કરતાં જુદાં ગણવામાં આવે તે નવ તો કહી શકાય છે. જીવ કહે કે આત્મા કહે તે પર્યાયવાચક આત્માનું જ નામ છે. જે બે પ્રકારના કહી શકાય છે. એક સંસારના અને બીજા મોક્ષના. કર્મોથી સર્વદા છુટા થયેલા જેને મેક્ષના જી કહે છે અને આઠ કર્મોથી ઘેરાએલા અને તેથી જ ઘણા વિવિધ પ્રકારના શરીરને ધારણ કરનારા જીવને સંસારી જી કહેવામાં આવે છે. સંસારી જીના બે વિભાગે છે. એક ત્રસ અને બીજા સ્થાવર. ત્રાસ પામે, તડકેથી છાંયે આવે, છાંયાથી તડકે જાય. સુખ દુઃખાદિને જેને પ્રગટ અનુભવ થાય, તે ત્રસ છે. તેઓના બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને પંચેંદ્રિય એવા ભેદ ઇંદ્રિયના ભેદથી થઈ શકે છે. જેને બે ઈંદ્રિએ શરીર અને જીભ હોય તે બે ઈન્દ્રિય કહેવાય છે. શરીર, જીભ અને નાસિકા આ ત્રણ ઈંદ્ધિઓ હોય તે ત્રણ ઇંદ્રિય કહેવાય છે. શરીર, જીભ, નાસિકા અને નેત્ર હોય તે ચૌદ્રિય કહેવાય છે. અને શરીર, જીભ, નાસિકા નેત્ર તથા કાન હોય તે પચંદ્રિય કહેવાય છે. તેઓનાં ઉદાહરણે અનુક્રમે બતાવે છે. શંખ, કેડા, પુરા, જળ, અળશીઆ વિગેરે બે ઈંદ્રિય જી. જા, માકડ, ઉધેહી, ધાન્યના કીડા, વિઝાના કીડા અને મંકેડા વિગેરે તેઈદ્રિય છે. પતંગી, માખી, ભમરા, ડાંસ, વીંછી, તીડ વિગેરે ચૌરે પ્રિય છે; જળમાં ચાલનાર માછલાં વિગેરે, પૃથ્વી ઉપર ચાલનાર બે પગ અને ચાર પગવાળાં જનાવરે, પેટે ચાલનાર સર્પાદિ, હાથે ચાલનાર નેળીઓ વગેરે, આકાશમાં ઉડંતા સર્વ જાતનાં પંખીઓ, મનુષ્ય, દે, અને નારકી (નરકના જી) સર્વે પાંચ ઇન્દ્રિયવાળા કહેવાય છે. બે ઈંદ્રિય સુધીના છ ત્રસ કહેવાય છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy