________________
ગિની મરૂદેવા
૨૩ હતાં. વિરક્ત દશાથી વાસિત થઈઋષભદેવજીએ જ્યારે ચારિત્ર અંગીકાર કર્યું તે દિવસથી મરૂદેવાજીને વિશેષ દુઃખ લાગી આવ્યું. મેહની પ્રબળતાથી, આત્માને તારનાર અને જગત્ જીવોને ઉદ્ધાર કરનાર, કાર્યમાં પુત્રનું પ્રવર્તન છતાં પુત્રના મેહમાં મેહિત થએલ માતાને તે કામ દુઃખદ લાગ્યું. તેઓની ઉદાસીનતાને પાર ન રહ્યો. સુખની સેજમાં ઉછરેલ મારે પુત્ર અત્યારે એક સામાન્ય મનુષ્યથી પણ વધારે દાખ ભેગવે છે. જગલના મનુષ્યોની માફક તે એકલે વનમાં ફર્યા કરે છે. તેને ટાઢ લાગતી હશે, ઓઢવાનાં વસ્ત્ર પણ તેની પાસે નથી. ઉનાળામાં તાપ લાગતું હશે, ભૂખ તરસ આદિ પણ વેઠવાં પડતાં હશે. તેને ખાવાને કણ આપતું હશે! “હે ભરત, મારો પુત્ર આવાં દુખ સહન કરે છે. તું તેની સાર સંભાળ પણ લેતું નથી અને રાજ્યમાં-સુખમાં મગ્ન થયે છે.” આ પ્રમાણે ભારતને ઓળંભા આપતાં અને પુત્રના વિયાગથી લાંબે વખત રૂદન અને વિલાપ કરતાં મરૂદેવાજીની આંખે ઝાંખ યા પડલ આવી ગયાં પણ પુત્ર તરફને પ્રેમ ઓછો ન થયો. ભરત રાજા સમજાવતા હતા કે-“માતાજી આપ
ખેદ ન ધરે. મારા પિતાજીએ વૈરાગ્યભાવની ઉત્કટતાથી જ સંસાર " મૂકી દીધું છે. આ રાજ્યાદિકનાં સુખે તેમને દુઃખરૂપ લાગ્યાં છે.
આ સંયોગને વિયોગ અવશ્ય થશે જ. સંપદા એ વિપદા રૂપ જ છે. કેઈ કોઈનું રક્ષણ કરનાર નથી જ. સ્વકર્માનુસાર જી એકલે જ દુઃખાદિને અનુભવ કરે છે. આ તેમની તીવ્ર ભાવના છે. જન્મ જરા મરણાદિ વિષય વ્યાધિઓ દરેક જીવોને દુઃખ આપે છે. અને તેથી જ ભય પામી મારા પિતાશ્રી તીવ્ર તપશ્ચર્યા અને ધ્યાન કરી, તે દુખે દૂર કરવાનું ઔષધ સેવે છે. આપ આ સંસારનું સ્વરૂપ વિચારે અને આત્મિક ભાવનાને પ્રબલ કરે, તે આપને પણ સંસારની અસારતા જ જણાઈ આવશે. મારા પિતાશ્રી જેને માટે પ્રયત્ન કરે છે, તે જ્યારે પ્રગટ થશે ત્યારે માતા ! હું તમને બતાવીશ, કે તેઓ આ અમારા કરતાં કેટીગણું સુખ અનુભવે છે અને હું પણ સાચું . સુખ તે તે જ માનું છું. ગમે તે અવસરે અમને પણ તેને આશ્રય