________________
ગનું સામર્થ્ય સી સંબંધી સંયોગ યા સુખ એ લાંબો વખત ટકી નહિ રહે અને તે સંગે મેળવવા મંત્ર તંત્રાદિના પ્રયાસમાં ઉતરવું પડે છે અને તે પણ સિદ્ધ થાય કે ન પણ થાય. ત્યારે તમે અક્ષય અને મહા સુખ આપનાર નિવૃત્તિ (મેક્ષ) રૂપ (શ્રી) લક્ષમી (અથવા સ્ત્રી) ને સ્વાધિન કરવાને પ્રયત્ન કરે. તેમાં નથી મંત્રનું કામ, નથી તંત્રનું કામ નથી જડીબુટ્ટીનું કામ, પણ એક યોગના અવલંબનથી જ તે નિરંતરનું સુખ તમને મળી શકશે.
भूयांसोऽपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः । चण्डवाताद् घनघना, घनाघनघटा इव ॥६॥
જેમ ખૂંચડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાની ઘટા વિખરાઈ જાય છે (નાશ પામે છે), તેમ યોગના પ્રભાવથી ઘણું પાપ હોય તે પણ તેને પ્રલય (નાશ) થઈ જાય છે. ૬
અડી કઈ શંકા કરશે કે ઘણું પણ એક ભવનાં કરેલાં પાપ હેય તે તેને વેગથી નાશ થઈ શકે. પણ ઘણા ભવનાં કરેલાં પાપ હોય તો શું તે યોગથી હઠી શકે ખરા? એને ઉત્તર આપે છે –
क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि। ... प्रचितानि यथैधांसि, क्षणादेवाशुशुक्षणि ॥ ७॥
ઘણા વખતથી એકઠાં કરેલ ઇંધણાઓને (લાકડાંઓને) પ્રબળ અગ્નિ એક ક્ષણ વારમાં બાળીને ભસ્મ કરી શકે છે, તેમ ઘણું કાળથી આપણે કરેલાં કર્મોને (પાપોને) પણ વેગ ક્ષય કરે છે.
વિવેચન—લાકડાને એકઠા કરવાને જેટલે વખત લાગે છે તેટલે વખત જે તેને બાળવા ધારે તે બાળતાં લાગી શકતા નથી એ વાત તે આપણે અનુભવથી સિદ્ધ છે. તેવી જ રીતે કર્મોને પણ નાશ
ગરૂપ અગ્નિથી ઘણી સહેલાઈથી અને અલ્પ કાળમાં થઈ શકે છે. એટલે કાળ કર્મોને એકઠાં કરવામાં ગયો છે તેટલો વખત તે