________________
મહાવીરદેવની સમદષ્ટિ મને ગુસ્સો આવ્યા. ત્રીજીવાર સંધ્યાએ પ્રતિક્રમણ અવસરે શિષ્ય સંભારી આપી. મેં જાણ્યું, આ મારાં છિદ્રો શોધે છે. ક્રોધાવેશથી મારવા દોડ્યો, રસ્તામાં સ્તંભ સાથે અફળાયે. સ્તંભ જોરથી વાગતાં તે પાપને પશ્ચાત્તાપ કર્યા સિવાય મરણ પામી તાપસ થયા. ત્યાં પણ ક્રોધની વિશેષતાથી આશ્રમમાંથી કુલફળ લઈ જતાં રાજકુમારોને મારવા દોડ્યો ત્યાં કૂવામાં પડ્યો. મરણ પામી આ સર્ષપણે ઉપજે. અહો ! હજી પણ ધન્ય ભાગ્ય છું કે મારા ઉદ્ધાર માટે આ કરૂણાસાગરે દયા લાવી અનેક કષ્ટ સહન કરી મને પ્રતિબંધ પમાડ્યો. પણ હવે આવા તિર્યંચના ભાવમાં હું શું કરી શકું? મારો ઉદ્ધાર કેમ થશે?” આમ વિચાર કરતાં સપના અધ્યવસાયને મહાવીરદેવે પિતાના જ્ઞાનથી જાણી લીધાં અને તેને જણાવ્યું કે “હે ચંડકૌશિક સપ! હવે વધારે પશ્ચાત્તાપ કરી નિરાશ ન થા. હું તને ઉપાય બતાવું છું. તારું આયુષ્ય હવે અ૫ છે. તું અનશન કર. (આહારને ત્યાગ કર) આ બિલમાં તારી દષ્ટિ રાખી પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કર, સર્વ જેની પાસે અંતઃકરણથી માફી માંગ કે - મારા કરેલા અપરાધને તમે માફ કરે. મારી અજ્ઞાન દશાથી જ મેં તમને દુખ આપ્યું છે. હવે અત્યારથી હું કઈ જીવને દુઃખ નહિ આપું. તે નિર્ણય કર તેમજ કોઈને ત્યાગ કર. તને ગમે તેવી આફત આવી પડે તે પણ બીલકુલ ક્રોધ ન કરીશ. ક્રોધના ફળ તે પિતે અનુભવ્યાં છે. આ પ્રમાણે પ્રભુની કહેલી શિક્ષા માન્ય કરી તે સર્પ બિલમાં મુખ રાખી ત્યાં જ રહ્યું. શ્રમણ ભગવાન પણ તેને પરિણામની દઢતા રખાવવા માટે શેડો વખત તેની સહાય અર્થે ત્યાં જ રહ્યા. સર્પ પણ પંદર દિવસ બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકે દેવપણે ઉત્પન્ન થયા. અમુક વખત પછી ઇદ્ર આવીને વિરપ્રભુના ચરણમાં નમસ્કાર કરી સ્તુતિ કરી. આ બેઉ પ્રસંગમાં તે વીરપુરુષને સમભાવ જ રહ્યો હતે. “સહેજસાજના અપમાનમાં કે માનમાં આ દુનિયાના પામર જીવેને હર્ષ કે શેક થઈ આવે છે, તેવું આ મહાપુરુષનું જીવન નહોતું. આથી