________________
યોગશાસ્ત્ર ભાષાંતર-એકાદશ પ્રકાશ તે જ બતાવે છે दिव्यभोगावसाने च, च्युत्वा त्रिदिवतस्ततः । उत्तमेन शरीरेणा-वतरन्ति महीतले ॥ २२ ॥ दिव्यवंशे ससुत्पन्ना, नित्योत्सवमनोरमान् । भुञ्जते विविधान् भोगा-नखण्डितमनोरथाः ॥ २३ ॥ ततो विवेकमाश्रित्य, विरज्याशेषभोगतः । ध्यानेन ध्वस्तकर्माणः, प्रयान्ति पदमव्ययम् ॥ २४ ॥
દેવ સંબંધી ભેગ પૂર્ણ થવા પછી, તે દેવકથી દિવ્ય દેહને ત્યાગ કરી, પૃથ્વીતલ ઉપર ઉત્તમ શરીરે ચંન્મ લે છે. જયાં નિરંતર મનહર ઉત્સવે થઈ રહ્યા છે તેવા દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ, અખંડિત મનોરથવાળા, તેવો વિવિધ પ્રકારના ભાગને ઉપભેગ કરે છે. પછી વિવેકને આશ્રય કરી, દુનિયાના અશેષ ભેગથી વિરક્ત થઈ ધ્યાન દ્વારા સર્વ કર્મોને નાશ કરી, અવ્યય પદ પ્રાપ્ત કરે છે. ૨૨ થી ૨૪.
॥ इति श्री आचार्य हेमचन्द्र विरचिते योगशास्त्रे मुनिश्री केशरविजय गणिकृत बालावबोधे दशमः प्रकाशः ॥
એકાદશ પ્રકાશ
शुक्ल ध्यानम् स्वर्गापवर्गहेतुर्धर्मध्यानमिति कीर्तितं तावत् ।'
अपवणुकनिदानं शुक्लमतः कीर्त्यतेध्यानम् ॥ १॥ .
પ્રથમ સ્વર્ગ અને (પરંપરાએ) મોક્ષના કારણભૂત ધર્મ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. હવે મેક્ષના એક ખરેખર કારણરૂપ શુક્લ ધ્યાનનું સ્વરૂપ કહીએ છીએ. ૧.