________________
પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન
3४३ અને તેથી આગળ વધતાં કલ્યાણ માહાસ્ય, (આનંદસ્વરૂ૫) સર્વોતિશય સંપન્ન અને પ્રભામંડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ હોય તેમ સર્વજ્ઞને જુવે છે. પછી તે સર્વાના સ્વરૂપમાં થયેલા નિશ્ચયવાળે, મનને સ્થિર કરી, સંસાર અટવીને ત્યાગ કરી મેક્ષ મંદિરમાં આરૂઢ થાય છે. (અર્થાત્ કર્મ ક્ષય કરી મુક્ત થાય છે.)
(વિદ્યાનું ધ્યાન) शशिबिम्बादिवोद्भूता, सवन्तीममृतं सदा ।। विद्यां वीइति भालस्थां, ध्यायेत्कल्याणकारणम् ॥ ५८॥
ચંદ્રના બિંબથી જાણે ઉત્પન્ન થએલી હોય તેવી ઉજજવલ, નિરંતર અમૃત વરસાવતી અને કલ્યાણના કારણરૂપ (ક્ષિ)નામની વિદ્યા લલાટને વિષે ધ્યાવવી. ૫૮.
शशिकलानुं ध्यान क्षीराम्भोघेर्विनिर्यान्ती, प्लावयन्ती सुधाम्बुभिः । भाले शशिकलां ध्यायेत्., सिद्धिसोपानपद्धतिम् ॥ ५९ ॥
ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતના પાણીથી (વિશ્વને) પલાળતી અને મોક્ષરૂપ મહેલના પગથીયાની શ્રેણ સરખી ચંદ્રકલાને, લલાટને વિષે ધ્યાવવી (ચિંતવવી.) ૫૯.
* ચંદ્રકળાના ધ્યાનનું ફળ अस्याः स्मरणमात्रेण, त्रुटयद्भवनिबन्धनः । प्रयाति परमानन्द-कारणं पदमव्ययम् ॥ ६॥
ચંદ્રની કળાના (ચંદ્રકળા જેવા પ્રકાશના) સ્મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે અને તે પરમ આનંદના કારણરૂપ, અવ્યયપદ (મોક્ષપદ) પ્રત્યે જાય છે. ૬૦.
प्रणव, शून्य अने अनाहतनुं ध्यान नासाग्रे प्रणवः शून्य-मनाहतमिति त्रयम् । ध्यायन् गुणाष्टकं लब्ध्वा, ज्ञानमाप्नोति निर्मलम् ॥ ६१ ।।