________________
તેમણે અણહિલ્લપુર પાટણમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ રાજાની સભામાં અનેક વિદ્વાને સાથે વાદ કરી રાશી વાદથી સર્વ વાદિએને પરાજય પમાડ્યા, તે પ્રસંગે દિગમ્બર મતના ચક્રવર્તી શ્રી કુમુદચંદ્ર આચાર્યને પણ વાદમાં જીતી લીધા, અને દિગમ્બરોને પાટણમાં પ્રવેશ બંધ કરાવ્યા. આ બીના અત્યાર સુધી પ્રસિદ્ધ છે. આ દેવસૂરિ બીજા કોઈ નહિ પણ જે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધના કરી વાદિ ઉપર જીત મેળવવાનું વરદાન મેળવ્યું હતું તે. મલયગિરિસૂરિ કે જેમણે હેમચંદ્રસૂરિ સાથે મંત્ર સાધી વૃત્તિકારનું મહાનું વરદાન મેળવ્યું હતું તેમણે મહાનું સૂત્ર પર તથા અનેક ગ્રંથ પર વૃત્તિઓ સમર્થ અને અદ્દભૂત ન્યાયપૂર્વક રચી છે.
- ૧૬ શિષ્ય પરંપરા ' ઉપર કહી ગયા તે પ્રમાણે સુરીશ્વરજીને રામચંદ્ર તથા બાલચંદ્ર શિષ્ય હતા, તેમાં રામચંદ્રસૂરિ હતા, તે ગુરુની પાટે બેઠા હતા. સુભાષિત કેશ, કુમારવિહાર આદિ અનેક ગ્રંથના પ્રણેતા છે. બીજા અનેક શિષ્ય તેઓને હોવા જોઈએ, પણ તેમનાં સંબંધે કઈ જાણવામાં નથી.
૧૭ સૂરિશ્રીની સંસ્કૃત કૃતિઓ તેમની સર્વ કૃતિઓમાંની ઉત્તમમાં ઉત્તમ અને મહાભારત કૃતિ સિદ્ધહેમ વ્યાકરણ છે, કે જે સવાલક્ષ કલેક પ્રમાણુ પંચાંગ વ્યાકરણ છે. આના પર અનેક વિદ્વાનોએ ટીકા લખી છે, એટલું જ નહિ પરંતુ આના વિષે એવું સભ્યતાથી કહેવાય છે કે સમર્થ વ્યાકરણકાર પાણિનીનું સિદ્ધાંત કૌમુદિ વ્યાકરણ કે જે આના કરતાં મેટું છે તેને અભ્યાસ કરતાં થતા જ્ઞાન કરતાં આ હૈમ વ્યાકરણનું જ્ઞાન ચડે છે અને તેની સાથે તે કરતાં વધારે સહેલાઈથી અને ઓછા વખતમાં શીખી શકાય છે. તે વ્યાકરણ સંબધે નીચેની ઉક્તિઓ છે.
किं स्तुमः शब्दपाथोघेहेमचंद्रयतेतिम् । . एकेनापि हि येनेहक कृतं शब्दानुशासनम् ॥