SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) આ વાતમાં બીલકુલ વજુદ ઉક્ત ભાષાંતરકારે સ્વીકાર્યું નથી પણ તે સાથે તેવી દંતકથા ઉપજાવનાર બીજા કેઈ નહિ પણ બ્રાહ્મણે હેવાથી તે દ્વેષનું જ પરિણામ ભાસે છે. શ્રી જિનહર્ષસૂરિ પિતાના કુમારપાળ રાસમાં નીચે પ્રમાણે કહે છે કુમારપાળ રાજાને અજયપાળ નામને એક ભત્રીજે હતું. તેણે જાણ્યું કે કુમારપાળને પુત્ર નથી તે તે રાજગાદી પિતાની પુત્રીના પુત્ર પ્રતાપમદ્યને આપશે, તે જે હું કુમારપાળને મારી નાંખું તે મને રાજગાદી મળે, એવો વિચાર તે હમેશાં રાખ્યા કરતા હતા. બીજી બાજુએ હેમચંદ્રાચાર્યને બાલચંદ્ર નામને શિષ્ય હતા, તેને અને અજયપાળને બહુ સારી મિત્રાચારી હતી, તેથી તે એમ વિચારતે હતું કે જે અજયપાળને ગાદી મળે તે તેના તરફથી જેમ કુમારપાળ તરફથી હેમચંદ્રાચાર્ય પૂજાય છે તેમ હું પૂજાઉં અને માનસન્માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રજીને વિનતિ કરી કે “હે ભગવન! આજદિન સુધી મેં યથાશક્તિ પુણ્યકાર્યો કર્યા. પરંતુ જિનપ્રતિમા એની અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે ! ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે બહુ સારું. પછી રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટે મહોત્સવ શરૂ કર્યો. દેવગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય સૂરિશ્રીએ બાલચંદ્રને સોપ્યું, તે વખતે અજયપાળ પણ ત્યાં આવી ચડ્યો. તેને બાલચંદ્ર કહ્યું કે જે આ સમયે હું મુહૂર્તના વખતમાં ફેરફાર કરી નાખું તે હેમચંદ્રજીનું તથા રાજાનું એમ બંનેનું થોડા વખતમાં મૃત્યુ થશે. આ સાંભળી દુષ્ટ અજયપાળે પણ તેમ કરવાનું બાલચંદ્રને સમજાવ્યું અને કહ્યું કે જે મને રાજ્ય મળશે તે હું પણ તને આ હેમચંદ્રજીની જેમ ઉંચે દરજજે ચડાવીશ અને પૂર્ણ સન્માન આદર આપીશ. પછી તે દુષ્ટ શિષ્ય તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો; જુઓ ! કીર્તિલાભ માટે મનુષ્ય શું નથી કરતા? આ વાતની હેમચંદ્રાચાર્યને આ ખરે ખબર પડી, ત્યારે કુમારપાળને કહ્યું કે આ બાલચંદ્ર કુશિષ્ય નિવડ્યો છે અને તે અજયપાળને અંદર
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy