________________
આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે.
૨૮૭ ત્રીજ ને એથની કલ્પના કરવી. મધ્યમ આંગુલીના પર્વમાં સાતમ, આઠમ ને તેમની કલ્પના કરવી તથા તર્જની આંગુલીના પર્વમાં બારસ તેરસ અને ચૌદશની કલ્પના કરવી). ૧૩૧.
वामपाणि कृष्णपक्षतिथीस्तद्वच्च कल्पयेत् । ततश्च निर्जने देशे, बद्धपद्मासनः सुधीः ॥ १३२ ॥ प्रसन्नः सितसंव्यानः, कोशीकृत्य करद्वयम् । ततस्तदन्तः शून्यं तु, कृष्णं वर्ण विचिन्तयेत् ॥ १३३ ॥
અંધારા પખવાડાના પડવાને દિવસે ડાબા હાથને કૃષ્ણ પક્ષ તથા આંગળીઓની અંદર (અજવાળ પક્ષના હાથની માફક) તિથિએની કલ્પના કરી મનુષ્યના સંચાર વિનાના પ્રદેશમાં જઈ પદ્માસન કરી મનની પ્રસન્નતાપૂર્વક ઉજજવલ ધ્યાન કરી બે હાથને કમળના ડેડાને આકારે રાખી તે હાથની અંદર કાળા વર્ણનું એક બિંદુ ચિંતવવું. ૧૩૨-૧૩૩.
उद्घाटितकराम्भोजस्ततो यत्रागुलीतिथौ ।
वीक्षते कालबिन्दु स, काल इत्यत्र कीयते ॥ १३४ ॥ * ત્યાર પછી હાથ ઉઘાડતાં જે આંગળી અંદર કપેલી અંધારી અજવાળી તિથિમાં કાળું બિંદુ પડેલું દેખાય તે અંધારી યા અજવાળી તિથિને દિવસે તેનું મરણ થાય છે ૧૩૪.
આયુષ્ય નિર્ણયને બીજો ઉપાય બતાવે છે સુતરિકૂવાણિ, મવત્તિ યુઢિા मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा ॥ १३५ ॥
જે માણસને છીંક, વિષ, વીર્યસ્ત્રાવ અને મૂત્ર (પેશાબ) એ ચારે એકી સાથે થઈ જાય તે એક વર્ષને અંતે તે જ મહીને અને તે જ તિથિએ મરણ પામે. ૧૩૫.
रोहिणी शशभृल्लक्ष्म, महापथमरुन्धतीम् । ध्रुवं च न यदा पश्येद्, वर्षेण स्यात्तदा मृतिः ॥ १३६ ॥