SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રબળ હોવાથી તેને કંઈ ન થયું, અને સર્વ ઉપાયો મિથ્યા થયા. કુમારપાળને સંકટ ઘણાં પડ્યાં. પણ આખરે તેને સિદ્ધરાજની ગાદી મળી. ૯. કુમારપાળનાં સંકટ અને હેમચંદ્રાચાર્ય. કુમારપાળ પ્રથમ પોતાના બનેવી કૃષ્ણદેવને ત્યાં પાટણમાં રહ્યો, પણ સિદ્ધરાજના માણસની નજર ચુકાવવી એ મહા મુશ્કેલ વાત હતી. તેણે યોગીને વેષ લીધે, તેમાં પણ પકડાયે. ત્યાંથી નાશી એક ગામથી બીજે ગામ ફરવા લાગ્યો. તેનાં સર્વ દુખે તથા સંકટ અહીં અપ્રસ્તુત હોવાથી લખ્યાં નથી. પણ તેમને એક કે જેમાંથી આપણા ચરિત્રનાયકે કુમારપાળને બચાવેલ છે તેની નૈધ લઈએ. * કુમારપાળ એક વખત ફરતા ફરતે ખંભાતના બહારગામના પ્રાસાદ આગળ આવી પહોંચ્યા, ત્યાં શ્રી હેમાચાર્યું કે જે પાટણથી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા હતા તે પણ બહિભૂમિ આવ્યા હતા. સૂરિશ્રીએ ત્યાં સર્ષના મસ્તક ઉપર ગંગેટક નાચતે જોઈ અનુમાન કર્યું કે આટલામાં કે ઈ રાજા હોવો જોઈએ, તે વખતે કુમારપાળ નજરે પડ્યો, અને ઓળખે કુમારપાળે, આચાર્યને ઓળખ્યા અને બધી સંકટની વાત કહી સંભળાવી અને પૂછ્યું કે આ મારા કષ્ટોનો અંત ક્યારે આવશે? ત્યારે આચાર્યશ્રીએ નિમિત્ત જોઈ કહ્યું કે “થેંડા વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮માં માગશર વદ ૪ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહેરે રાજ્ય મળશે.” એવામાં. ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા; તેને આચાર્યશ્રીએ કહ્યું કે આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમકે આ રાજકુમારથી આગળ જતાં જૈન શાસનને ઘણો મહિમા થવાનું છે.” પછી ઉદયન મંત્રી કુમારપાળને પિતાને ઘેર લઈ ગયે. એવામાં સિદ્ધરાજને ખબર મળ્યા કે કુમારપાળ તો ઉદયન મંત્રીને ઘેર છે. તેથી ત્યાં તેણે પોતાનું લશ્કર મોકલ્યું ત્યારે ઉદયનમંત્રીએ કુમારપાળને કહ્યું કે “હવે આ ' વખતે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહિ તે આપણા બંનેનું મોત
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy