________________
આશ્રવ ભાવનાનું સ્વરૂપ
૨૩૭ સરલતા, શીયળ પાળવું, ઈત્યાદિ પુરુષવેદ બંધનના કારણે છે. સ્ત્રી, પુરુષ સંબંધી અનંગ સેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી, સ્ત્રીઓના શીયળ ખંડન કરવાપણું, ઈત્યાદિ નપુંસક વેદ બાંધવાનાં આશ્રવ છે. - સાધુ પુરુષની નિંદા કરવી, ધર્મ કરવા તત્પર થએલાઓને વિઘ કરવું, મધુ, માંસ વિગેરે ન ખાતા હોય તેવા જીવો પાસે તેના ગુણેનું વર્ણન કરવું, વિરતિ યા અવિરતિઓને અંતરાય કરવી સંસારાવસ્થાના ગુણે કહેવા. ચારિત્રને દૂષિત કહેવું, શાંત થયેલા કષાય નેકષાયની ઉદીરણા કરવી વિગેરે સામાન્યથી ચારિત્ર મેહનીય કર્મ આવવાના આવે છે.
પંચેન્દ્રિય પ્રાણીને વધ, ઘણે આરંભ, ઘણે પરિગ્રહ, નિર્દયતા, માંસનું ભોજન, લાંબે કાળ વેર રાખવાપણું, રદ્રધ્યાન, મિથ્યાત્વ અનંતાનુબંધી કષાય, કૃષ્ણ, નીલ, કાપતલેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્યાપહરણ, વારંવાર મૈથુન સેવન અને ઈદ્રિય પરાધીનતા વિગેરે નરક આયુષ્ય બંધનનાં કારણે છે.'
ઉન્માર્ગને ઉપદેશ, ધર્મ માર્ગને નાશ, ચિત્તની મૂઢતા, આર્તધ્યાન કરેલ પાપને છુપાવવું, કપટ, આરંભ, પરિગ્રહ, અતિચારવાળુ શીયળત્રત, નલ, કાપતલેશ્યા અને અપ્રત્યાખ્યાનાવરણી કષાય આ સવે તિય ચ ( જનાવર) નાં આયુષ્ય બંધનના કારણ છે.
- અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક નમ્રતા, સરલતા, કાપાત, પીતલેશ્યા, ધર્મધ્યાનમાં પ્રીતિ, પ્રત્યાખ્યાનાવરણ કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ કરવાપણું, દેવગુરુનું પૂજન, સજજનેને માન આપવાપણું, પ્રિય આલાપ, સુખે બંધ કરી શકાય યા સમજાવી શકાય તેવી બુદ્ધિ અને લોક સમુદાયમાં મધ્યસ્થપણે રહેવું આ સવ મનુષ્ય આયુષ્ય બંધન કરવાના કારણે છે.
સરાગસંયમ દેશવિરતિ, અકામ નિજારા, ઉત્તમ મનુષ્યની