SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યોગશાસ્ત્ર ભાષાંતર–તૃતીય પ્રકાશ વનકમ • છિમાછિનવનપત્ર પ્રયનાવિક . कणानां दलनात्पेषाद् वृत्तिश्च वनजीविका ॥ १०२॥ છેદેલાં અને નહિ છેદેલાં વનમાં થતાં પાંદડા, કુલ, ફળ વિગેરે વેચવાં તથા અનાજને દળીને કે પથ્થર ઉપર પીસાવીને જે આજીવિકા કરવી તે વન આજીવિકા કહેવાય છે. ૧૦૨. શકટ આજીવિકા . शकटानां तदङ्गानां, घटनं खेटनं तथा । विक्रयश्चेति शकट-जीविका परिकीर्तिता ॥ १०३ ॥ ગાડાંઓ તથા પૈડાં વગેરે તેના ભાગોને ઘડવાં (ઘડાવવાં) ખેડવાં અને વેચવાં વિગેરેથી જે આજીવિકા કરવી તે શકટ આજીવિકા કહેલી છે. ૧૦૩. ભાટક આજીવિકા शकटोक्षलुलायोष्ट्र-खराश्वतरवाजिनाम् । भारस्य वाहनाद् वृत्तिभवेद् भाटकजीविका ॥ १०४॥ ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડા, ખચ્ચર અને ઘોડા વગેરે ઉપર ભાર ઉપડાવી આજીવિકા કરવી તે ભાટક આજીવિકા કહેવાય છે. ફેટક આજીવિકા ' सरः कूपादिखनन-शिलाकुट्टनकर्मभिः । पृथिव्यारम्भसंभूतैर्जीवनं स्फोटजीविका ॥ १०५ ॥ સરોવર, કૂવા વગેરે દાવવા અને પથ્થર ફેડવારૂપ પૃથ્વીના આરંભવાળા કર્મો વડે કરી આજીવિકા કરવી તે સફાટક આજીવિકા કહેવાય છે. ૧૦૫.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy