SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ યેગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરવે તે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું કહેવું છે. ૨૩ - વિવેચન–દિવ્ય એટલે દેવ સંબંધી અને ઉદારિક એટલે મનુષ્ય તથા તિર્યંચ (જનાવર) સંબંધી વિષયોને ત્યાગ કરો. ખરેખર ત્યાગ, ઈચ્છાના ત્યાગની સાથે જ રહે છે અને તે ઈચ્છાને ત્યાગ અઢાર પ્રકારે ત્યાગ કરવાથી થઈ શકે છે. મનથી, વચનથી અને કાયાથી વિષય સેવન ન કરવું, મન વચન કાયાથી ન કરાવવું, અને મનથી, વચનથી અને કાયાથી વિષય સેવનારની અનુમોદના ન કરવી, આ નવ ભેદ થાય. તે નવ ભેદ દેવતાના વૈક્રિય શરીર સંબંધી અને બીજા નવ ભેદ મનુષ્ય અને તિર્યંચનાં ઉદારિક શરીર સંબંધી, બેઉ મળી અઢાર ભેદ થયા. આ અઢાર ભેદે બ્રહ્મચર્ય પાલન કરવું. આ બ્રહ્મચર્ય પાળનારને અરધે સંસાર સુખમય થઈ જાય છે. કર્મબંધનાં ઘણું કારણે ઓછાં થઈ જાય છે. વીર્ય એ શરીરનું પિષક હેવાથી ખરૂં જીવન છે. તેનું રક્ષણ કરવાથી યાદશક્તિ, શરીરશક્તિ અને વિચારસામર્થ્ય વૃદ્ધિ પામે છે. યેગને અધિકારી થાય છે અને વિવેકજ્ઞાન પામતાં ઘણી સહેલાઈથી આત્મવરૂપમાં પ્રવેશ કરી શકે છે. શરીરની સ્થિરતા અને મનની એકાગ્રતા કરવામાં આ વય ઘણું જ ઉપયોગી છે, માટે યેગી થવા ઈરછનારાઓએ ઘણું પ્રયત્નથી વીર્યનું રક્ષણ કરવું અને ખરી રીતે તે જ બ્રહ્મચર્ય કહેવાય છે. ૨૩ યમને પાંચમે ભેદ सर्वभावेषु मूर्छायास्त्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायेन, मूर्च्छया चित्तविप्लवः ॥ २४ ॥ સવ પદાર્થોને વિષે આસક્તિને ત્યાગ કરે તે અપરિગ્રહ કહેવાય છે. (આસક્તિને ત્યાગ કરે તેને ત્યાગ કહી શકાય. કહેવાને હેતુ એ છે કે) પાસે વસ્તુ ન હોય તે પણ આસક્તિથી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy