________________
ચૈત્યવદન મહાભાષ્ય
આ તપસ્વી – શ્રી અંધકસૂરિની જેમ કોઈ પૌદ્ગલિક ઈચ્છા વિના કેવળ નિર્જરા માટે સમતા પૂર્વક અટ્ટમ, અઢાઈ, માસક્ષમણ વગેરે ઘોર તપ કરનારા.
વિદ્યાવાન – પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓને સાધી તેના પ્રભાવે શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા.
યોગસિદ્ધ – વિવિધ યોગોની સિદ્ધિ કરીને યોગચૂર્ણથી અંજન, પારલેપ, લલાટે તિલક વગેરે દ્વારા ભૂત-પ્રેતાદિને વશ કરનારા અને અનેક દુઃસાધ્ય કાર્યોની સિદ્ધિ કરનારા.
'. કવિ – કાવ્ય લબ્ધિથી વિશિષ્ટ કાવ્યોની રચના દ્વારા શ્રી સિદ્ધસેન દિવાકરની જેમ રાજા મહારાજાદિને પણ ધર્મ પમાડનારા. (૧૨૮)
पवयणपभावणकर, सजुत्तिरइयं पि सोहणं नेयं । २ रोसा णेंतो रयणं, खारो पि पसंसिओ लोए ॥१२९॥ प्रवचनप्रभावनाकरं स्व(स)युक्तिरचितमपि शोभनं ज्ञेयम् ।
रोषाद् नयन् रत्नं क्षारोऽपि प्रशंसितो लोके ।।१२९।।
२. क्षारोऽपि समुद्रो रोषाद् पत्नं नयन् लोके प्रशस्यते, इति तत्त्वमनुमीयते । - સ્વયુક્તિથી (= સ્વપ્રતિભાથી) રચેલું, પણ જો શાસનની પ્રભાવના કરનારું હોય તો સારું જ જાણવું. ખારી ભૂમિના કારણે ખારો પણ સમુદ્ર રત્નોને લઈ જતો હોવાથી (રત્નોને ધારણ કરતો હોવાથી) લોકમાં પ્રશંસાને પામ્યો છે.
વિશેષાર્થ– રોષ નો ક્રોધ અર્થ પ્રસિદ્ધ છે. શબ્દરત્નમહોદધિ કોશમાં રોષUT શબ્દનો અર્થ ખારી ભૂમિ કર્યો છે. રોષUT શબ્દ રુન્ ધાતુથી બનેલો છે રોષ શબ્દ પણ ૬ ધાતુથી બનેલો છે. એટલે જેમ રોષ શબ્દનો ખારી ભૂમિ એવો અર્થ થાય તેમ રોષ શબ્દનો પણ ખારી ભૂમિ અર્થ થાય. આમ સમજીને અનુવાદમાં રોષ શબ્દનો ખારી ભૂમિ એવો અર્થ કર્યો છે. રોષ શબ્દનો ક્રોધ અર્થ કરીને ઘટી શકતો હોય તો ઘટાડવો.