________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
तित्थं पभावयंता, संपइ कइणो वि सुंदरा चेव । जम्हा जिणेदसमए, पभावगा ते पढिज्जंति ॥१२७॥ तीर्थं प्रभावयन्तः संप्रति कवयोऽपि सुन्दराश्चैव । यस्माज्जिनेन्द्रसमये प्रभावकास्ते पठ्यन्ते ।।१२७।।
હમણાં શાસનની પ્રભાવના કરતા કવિઓ પણ સુંદર જ છે. કારણકે જિનેંદ્રના શાસ્ત્રમાં કવિઓ પ્રભાવક કહેવાય છે. (૧૨૭)
१ पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य। વિજ્ઞાસિદ્ધો વવી, ગવ પમાવા મળી રદા . प्रावचंनिको धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । .... विद्यासिद्धश्च कविरष्टैव प्रभावका भणिताः ।।१२८।। .. . થા મોડgિ ૧૦૮ તળી ' .
પ્રવચની, ધર્મકથક, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, યોગસિદ્ધ અને કવિ એ આઠને શાસનપ્રભાવક કહ્યા છે.
પ્રાવની – તે તે કાળે વિદ્યમાન સર્વ આગમના સૂત્ર-અર્થ અને મર્મના જાણ-જ્ઞાનગુરુ.
ધર્મકથક-નંદિષેણ મહાત્માની જેમ આપણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદિની એ ચાર પ્રકારની કથા દ્વારા શ્રોતાના સંદેહને દૂર કરી આકર્ષણ વગેરે કરનારા વ્યાખ્યાનની લબ્ધિવાળા જ્ઞાનગુરુ.
- વાદી – વાદ શક્તિને પામેલા. વાદી, પ્રતિવાદી, સભાજન અને મધ્યસ્થ એ ચાર પ્રકારની રાજસભામાં ધર્મવાદ કરીને વિજય પામનારા શ્રીમલ્સવાદી સૂરિ વગેરે.
નૈમિત્તિક – પૂ. શ્રી ભદ્રબાહુ ગુરુની જેમ અષ્ટાંગ નિમિત્તના જાણ, શાસનની પ્રભાવના માટે ભૂત-ભવિષ્ય ભાવોને યથાર્થ જણાવનારા.
૫૬