________________
ચૈત્યવદન મહાભાષ્ય
· कृतमत्र प्रसङ्गेन नोपादेयं न चापि मोक्तव्यम् । स्वमत्याऽनुष्ठानं परिणामविशुद्धकामैः ।।१११।।
અહીં પ્રાસંગિક વર્ણન આટલું બસ છે. વિશુદ્ધ પરિણામની કામનાવાળા ધર્માર્થીઓએ અનુષ્ઠાનને (= ધર્માચરણને) સ્વમતિથી ન સ્વીકારવું જોઈએ અને સ્વમતિથી મૂકવું પણ ન જોઈએ.
વિશેષાર્થ – અનુષ્ઠાનને સ્વમતિથી ન સ્વીકારવું જોઈએ, કિંતુ જિનાજ્ઞાથી સ્વીકારવું જોઈએ, અર્થાત્ અનુષ્ઠાન સ્વમતિ મુજબ ન કરવું જોઈએ, કિંતુ જિનાજ્ઞા મુજબ કરવું જોઈએ. એવી રીતે અનુષ્ઠાનને પોતાની મતિથી ખોટું માનીને ન મૂકી દેવું જોઈએ. હા, જે અનુષ્ઠાન જિનાજ્ઞાથી વિરુદ્ધ હોય તે મૂકી દેવું જોઈએ. પણ જે અનુષ્ઠાન જિનાજ્ઞા મુજબનું હોવા છતાં પોતાની પ્રતિકલ્પનાથી ખોટું માનીને ન મૂકવું જોઈએ. (૧૧)
पुचपुरिसप्पवन्ने, मज्जणसलिले जिणेदबिंबाणं । अन्नोन्नं लग्गंते, कलुसं चित्तं न कायव्वं ॥११२॥ पूर्वपुरुषप्रपन्ने मज्जनसलिले जिनेन्द्रबिम्बानाम् । अन्योन्यं लगतिं कलुषं चित्तं न कर्त्तव्यम् ।।११२।।
પૂર્વપુરુષોએ સ્વીકારેલા જિદ્ર બિબોના સ્નાન જલમાં જલ પરસ્પર લાગે છે (એંથી પ્રતિમા અપવિત્ર થાય છે) એ પ્રમાણે ચિત્તને કલુષિત ન કરવું. (૧૧૨)
घय-खीरमज्जणाइ वि, वायगगंथेसु पयडमुवइटुं । पूयंतरायभीया, धम्मियपुरिसा न वारेति ॥११३॥ 'घृत-क्षीरमज्जनाद्यपि वाचकग्रन्थेषु प्रकटमुपदिष्टम् । पूजान्तरायभीता धार्मिकपुरुषा न वारयन्ति ।।११३।।
વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજાના ગ્રંથોમાં (પ્રશમરતિ પ્રકરણ ગાથા ૩૦૫માં) જિનબિંબને ઘી-દૂધથી સ્નાન કરાવવું વગેરે સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે. પૂજાનો અંતરાય થવાના ભયથી ધાર્મિક પુરુષો એનો (ઘી-દૂધથી થતા
૫૧