________________
ચૈત્યવદન મહાભાષ્ય
ઘણા મહેમાનો આવ્યા હતા. આથી તેમના માટે પક્વાન વગેરે અનેક વાનગીઓ તૈયાર કરી હતી. શ્રાવકે પાત્રા ભરાય તેટલો આહાર વહોરાવ્યો. સાધુએ પોતાના સ્થાને જઈને તે આહાર વાપર્યો.
અહીં સાધુએ નિર્દોષ આહાર વાપર્યો હોવા છતાં નિર્દોષ આહાર લેવાનો ઉપયોગ ન હતો. ચાહીને જ દોષિત આહાર લેવા ગયો હતો. આથી સાધુ દોષિત છે. (૧૦૪)
अवसउणकप्पणाए, सुंदरसउणो असुंदरं फलइ। इय सुंदरा वि किरिया, असुहफला मलिणहिययस्स ॥१०५॥ अपशकुनकल्पनया सुन्दरशकुनमसुन्दरं फलति । इति सुन्दराऽपि क्रियाऽशुभफला मलिनहृदयस्य ।।१०५।।
શુભ શકુન પણ અપશકુનની કલ્પનાથી અશુભ ફળ આપે છે. એ પ્રમાણે શુભ પણ ક્રિયા મલિન હૃદયવાળાને અશુભ ફળ આપે છે.
વિશેષાર્થ – શુભ શકુન પણ અશુભ શકુનની કલ્પનાથી અશુભ ફળ આપે છે એ વિષે દષ્ટાંત આ પ્રમાણે છે– બે યુવાનો પોતપોતાના કામ માટે * ઘરમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળતાં જ એક મુનિરાજ સામે મળ્યા. આથી
એક યુવાને વિચાર્યું કે અહો ! પૂજ્ય સાધુ મહાત્મા સામે મળ્યા છે એથી મને સારા શકુન થયાં છે, આથી મારું કામ થઈ જશે. ખરેખર ! તેનું કામ થઈ ગયું. બીજા યુવાને વિચાર્યું કે- નીકળતાંજ આ મુંડિયો સામે મળ્યો એથી અપશુકન થયા છે.
આથી મારું કામ નહિ થાય. ખરેખર ! તેનું કામ ન થયું. (૧૦૫) | ". સુત્તવિવજિરિયું, સંતો નિયડિયનુત્તહિં
पंडियमाणी पुरिसो, कलुसइ भावं बहुजणस्स ॥१०६॥ सूत्राविरुद्धक्रियां क्षिपन् निजकघटितयुक्तिभिः । .. पण्डितमानी पुरुषः कलुषयति भावं बहुजनस्य ।।१०६।। પોતાને પંડિત માનનાર જે પુરુષ સૂત્રથી અવિરુદ્ધ ક્રિયાને પોતાની
४७