________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
૬. પૈયાં વાત તિ પયાત્રમ: ।
મોહથી કલુષિત મનવાળો જે જીવ નિર્દોષમાં પણ દોષની કલ્પના કરે છે તે જીવ રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રની જેમ પોતાને છેતરે છે.
વિશેષાર્થઃ– રાબડીની ઊલટી કરનાર વણિકપુત્રનો પ્રસંગ આ પ્રમાણે છે—
એક નગરમાં એક શેઠ હતા. તેની પત્ની બાળકને જન્મ આપી મૃત્યુ પામી. આથી શેઠે બીજી વાર લગ્ન કર્યા. બીજી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. માતા બંને બાળકો પ્રત્યે સમભાવ રાખે છે. બાળકો પાઠશાળામાં ભણતા હતા. સ્નેહવાળી માતાએ કોઈ જુએ નહિ એટલા માટે એકાંતમાં તે બંનેને મતિ-બુદ્ધિને વધારનારી ઔષધયુક્ત અડદની રાબ પીવા માટે આપી. રાબને પીતાં પીતાં સાવકા પુત્રે વિચાર્યું કે ખરેખર! આ મરેલી માખીઓ છે. મને મારી નાખવા માટે આમ કર્યું છે. આવી શંકાથી તેણે રાબ પીધી. પહેલાં માનસિક દુઃખ થાય. પછી શારીરિક દુઃખ થાય. આથી શંકાના કારણે તેને ઊલટીઓ થવા લાગી અને છેવટે તે મૃત્યુ પામ્યો. એથી તે આ લોકના ભોગસુખોનો ભાગી ન થયો. બીજાએ વિચાર્યું કે મારી માતા અહિત ન ચિંતવે. શંકા વિના તેણે રાબ પીવાનું શરૂ કર્યું. રાબ તેના શરીરમાં પરિણમી ગઈ. તેનું શરીર આરોગ્યવાળું થયું. તે ઘણી વિદ્યાઓ ભણ્યો. એથી તે આ લોકના ભોગોનો ભાગી થયો.
માતા સાવકી હોવા છતાં એને તેના પ્રત્યે સ્નેહં હતો એ એનાં સ્નેહ ભરેલાં કાર્યોથી જણાઈ આવતું હતું, એટલે પરમાર્થથી શંકા કરવાનું કોઈ કારણ ન હતું. શંકાનું કારણ ન હોવા છતાં શંકા કરીને તે જેવી રીતે આ લોકના અનર્થને પામ્યો, તેવી રીતે જિનમતમાં શંકા કરનારો જીવ પરલોકના અનેક અનર્થોનું સ્થાન થાય. (૧૦૩)
सुद्धं पि भत्तपाणं, कुणइ असुद्ध असुद्ध कप्पो । संकाकलुसियचित्तो, एसणनिरवेक्खभावो वा ॥ १०४ ॥ शुद्धमपि भक्तपानं करोत्यशुद्धमशुद्धसंकल्पः । शङ्काकलुषितचित्त एषणनिरपेक्षभावो वा ।। १०४ ।।
૪૫