________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
"आहरणं पुण एत्थं, वीरजिणिंदस्स कन्नसल्लाई । अव सुहं पत्ता, सिद्धत्थवणी - खरयवेज्जा ॥ ९९ ॥ आहरणं पुनरत्र वीरजिनेन्द्रस्य कर्णशल्यानि । अपनी सुखं प्राप्ती सिद्धार्थवणिक् - खरकवैद्यौ ।। ९९ ।।
આ વિષયમાં સિદ્ધાર્થ નામના વિણકનું અને ખરક નામના વૈદ્યનું દૃષ્ટાંત છે. તે બંને શ્રી વીરજિનેંદ્રના બે કાનોમાંથી શલ્યને દૂર કરીને સુખને पाभ्या. (एए)
तह बाहिओ न भयवं, संगमयविमुक्ककालचक्केणं । जह जणिय भेरवरवं, नीणिज्जंतेसु सल्लेसु ॥ १०० ॥
तथा बाधितो न भगवान् संगमकविमुक्तकालचक्रेण । यथा जनितभैरवरवं नीयमानेषु शल्येषु । । १०० ।।
સંગમે મૂકેલા કાલચક્રથી ભગવાન તેવી પીડા પામ્યા ન હતા કે જેવી પીડા શલ્ય કાઢતી વખતે પામ્યા હતા. શલ્ય કાઢતી વખતે ભગવાનથી ભયંકર બૂમ પડાઈ ગઈ હતી. (સંગમે કાલચક્ર મૂક્યું ત્યારે આવું બન્યું ન હતું.) (૧૦૦) तहविहविसुद्धभावा, जाया कल्लाणभायणं दो वि । तम्हा भावविसुद्धी, कम्मक्खयकारणं नेया ॥१०१॥ तथाविधविशुद्धभावाज्जातौ कल्याणभाजनं द्वावपि । तस्माद्भावविशुद्धिः कर्मक्षयकारणं ज्ञेया ।। १०१ । ।
(ભગવાનને દુઃખ આપવા છતાં) તે બંને તેવા પ્રકારના વિશુદ્ધ ભાવના કારણે કલ્યાણનું ભાજન બન્યા. આથી ભાવવિશુદ્ધિ કર્મક્ષયનું કારણ છે એમ જાણવું.
વિશેષાર્થ:-- પ્રભુએ સન્માની ગામે પધારી ઉદ્યાનમાં કાયોત્સર્ગ કર્યો. ત્યાં એક ગોવાળ બળદોને પ્રભુ પાસે મૂકીને ગામમાં ગયો. બળદો ચરતાં ચરતાં બહુ દૂર જતા રહ્યા. ગોવાળે બળદોને ત્યાં ન જોયા એટલે પ્રભુને પૂછ્યું કે બળદો
४३