________________
ચૈત્યવદન મહાભાષ્ય
અશરીરી અરિહંતોની અંગ-ઉપાંગથી યુક્ત મૂર્તિ બનાવવામાં આવે છે તેમાં પણ પૂર્વાચાર્યોએ આ = હવે પછીની ગાથામાં કહેવાશે તે) કારણ કહ્યું છે. (૭૭)
अरहंता भगवंता, असरीरा निम्मला सिवं पत्ता। तेसिं 'संभरणत्थं, पडिमाओ एत्थ कीरति ॥७८॥ अर्हन्तो भगवन्तोऽशरीरा निर्मलाः शिवं प्राप्ताः । तेषां संस्मरणार्थं प्रतिमा अत्र क्रियन्ते ।।७८।। ૨. મવલ્ય રૂપ પ4િ: |
શરીરરહિત અને નિર્મલ એવા અરિહંત ભગવાન મોક્ષને પામ્યા છે. તેમનું સ્મરણ કરવા માટે અહીં તેમની પ્રતિમા કરાય છે. (૭૮)
उद्धट्ठाणठियाओ, अहवा पलियंकसंठिआ ताओ । मुत्तिगयाणं तेंसिं, जं तइयं नत्थि संठाणं ॥७९॥ ऊर्ध्वस्थानस्थिता अथवा पल्यङ्कसंस्थितास्ताः ।
मुक्तिगतानां तेषां यत्तृतीयं नास्ति संस्थानम् ।।७९।। : જિનપ્રતિમાઓ કાયોત્સર્ગ સંસ્થાનમાં રહેલી અને પર્યક સંસ્થાનમાં
રહેલી એમ બે પ્રકારની હોય છે. કારણકે મુક્તિમાં ગયેલા અરિહંતોનું આ બે . સિવાય ત્રીજું સંસ્થાન નથી. * વિશેષાર્થ – સંસ્થાન એટલે શરીરની વિશેષ પ્રકારની આકૃતિ. સંસ્થાનને આસન કે મુદ્રા પણ કહેવામાં આવે છે. . જમણી જાંઘ અને સાથળની વચ્ચે (= ઢીંચણ ઉપર) ડાબો પગ સ્થપાય, ડાબી જાંઘ અને સાથળની વચ્ચે જમણો પગ સ્થપાય અને નાભિ પાસે ડાબા હાથની હથેળી જમણા હાથની હથેળી ઉપર રખાય તે પર્યક આસન છે. પર્યકઆસન લગભગ પદ્માસન જેવું હોય છે. પર્યક આસનમાં નાભિ પાસે ડાબા હાથની હથેળી જમણા હાથની હથેળી ઉપર રાખવામાં આવે છે. પદ્માસનમાં આ ન હોય. પર્યક આસન અને પદ્માસનમાં આટલો જ ભેદ છે, બાકી બધું સમાન હોય છે. (૯)
૩૫