________________
ચૈત્યવદન મહાભાષ્ય
કલ્યાણક આદિ નિમિત્તથી એકની વિશેષ પૂજા કરવામાં પણ ધાર્મિક લોકને બીજા જિનો વિષે અવજ્ઞાનો પરિણામ હોતો નથી. (૫૩)
जह मिम्मयपडिमाए, पूआ पुप्फाइएहिँ खलु उचिया। ' યાનિમિસાઈ, વિયતમ મMળા વિ .પા.
यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता । कनकादिनिर्मितानामुचिततमा मज्जनादयोऽपि ।।५४।।
જેવી રીતે માટીની પ્રતિમાની પૂજા પુષ્પ આદિથી જ કરવી ઉચિત છે તેવી રીતે સુવર્ણાદિની પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા પણ અતિશય ઉચિત છે. (૫૪)
उचियपवित्ती सव्वा, बुहेण आसायणा न वत्तव्वा । तयभावे पडिसेहो, पडिमाणाऽऽसायणा गरुई ॥५५॥ उचितप्रवृत्तिः सर्वा बुधेनाशातना न वक्तव्या । तदंभावे प्रतिषेधः प्रतिमानामाशातना गुर्वी ।।५५।।
સમજુ માણસે સર્વપ્રકારની ઉચિત પ્રવૃત્તિને આશાતના ન કહેવી. આશાતના ન થાય એ માટે અનેક પ્રતિમાઓનો નિષેધ કરવો એ પ્રતિમાઓની મોટી આશાતના છે.
' વિશેષાર્થ – તમારે = આશાતનાના અભાવમાં. અહીં વ્યાકરણના નિયમથી હેતુ અર્થમાં સપ્તમી વિભક્તિ છે. એથી “આશાતના ન થાય એ માટે” એવો અર્થ થાય. (૫૫)
વાવને મળવું, સંકૃપમાવિંવાર વિ. सग्गा-ऽपवग्गसंसग्गसुत्थिओ नियमओ होइ ॥५६॥ यद् वाचकेन भणितमङ्गष्ठप्रमाणबिम्बकार्यपि । स्वर्गा-ऽपवर्गसंसर्गसुस्थितो नियमतो भवति ।।५६।।
કારણકે વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ ક્યું છે કે– અંગુઠા પ્રમાણ બિંબને કરાવનાર પણ નિયમાં સ્વર્ગ-મોક્ષનો સંબંધ થવાથી સુખી થાય છે. (૫૬)