________________
ચૈત્યવદન મહાભાષ્ય
नायग-सेवगबुद्धी, न होइ एएसु जाणगजणस्स । पेच्छंतस्स समाणं, परिवारं पाडिहेराइ ॥५०॥ नायक-सेवकबुद्धिर्न भवत्येतेषु ज्ञायकजनस्य । प्रेक्षमाणस्य समानं परिवार प्रातिहार्यादिम् ।।५०।।
સર્વ તીર્થકરોનો પ્રાતિહાર્ય વગેરે પરિવાર સમાન છે એમ જોનારા જાણકાર લોકને આ જિનબિંબોમાં સ્વામી-સેવક બુદ્ધિ થતી નથી. (૫૦)
ववहारो पुण पढमं, पइढिओ मूलनायगो एस । अवणिज्जइ सेसाणं, नायगभावो न उण तेण ॥५१॥ व्यवहारः पुनः प्रथमं प्रतिष्ठितो मूलनायक एषः । अपनीयते शेषाणां नायकभावो न पुनस्तेन ।।५१।।
પહેલા પ્રતિષ્ઠિત થયેલા આ જિન મૂળનાયક છે એવો વ્યવહાર થાય છે. પણ તે વ્યવહારથી બીજા જિનોનો સ્વામીભાવ જતો રહેતો નથી. (૫૧)
वंदण-पूयण-बलिढोयणेसु एगस्स कीरमाणेसु । आसायणा न दिट्ठा, उचियपवित्तिस्स पुरिसस्स ॥५२॥ वन्दन-पूजन-बलिढौकनेष्वेकस्य क्रियमाणेषु । । आशातना न दृष्टोचितप्रवृत्तेः पुरुषस्य ।।५२।। .
એક જ જિનબિંબિનું વંદન-પૂજન કરવામાં અને એક જ જિનબિંબની આગળ નૈવેદ્ય ધરવામાં ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરુષને આશાતનારૂપ દોષ લાગે એવું જોવામાં જાણવામાં આવ્યું નથી. (પર).
कल्लाणगाइकज्जा, एगस्स विसेसपूअकरणे वि । नावनापरिणामो, धम्मियलोअस्स सेसेसु ॥५३॥ कल्याणकादिकार्यादेकस्य विशेषपूजाकरणेऽपि । . नावज्ञापरिणामो धार्मिकलोकस्य शेषेषु ।।५३।। .
२६