________________
ચૈત્યવદન મહાભાષ્ય
कारवणे पुन्नं विव, बिंबाण निवारणे महापावं । लाभच्छेयं सुंदर !, सम्मं भावेंति मज्झत्था ॥५७॥ कारणे पुण्यमिव बिम्बानां निवारणे महापापम् । लाभच्छेदं सुन्दर ! सम्यग्भावयन्ति मध्यस्थाः ।।५७।।
જેવી રીતે બિંબોને કરાવવામાં પુણ્ય થાય છે તેવી રીતે બિંબોનો નિષેધ કરવામાં મહાપાપ લાગે છે. હે સુંદર ! મધ્યસ્થ પુરુષો લાભ-હાનિનો બરોબર વિચાર કરે છે. (૫૭)
मिच्छासायणदंसी !, न मुणसि बिंबंतरायमइपावं। . विंधसि सरेण वालं, चुक्कसि तं मंदरगिरिस्स ॥५८॥ मिथ्याशातनादर्शिन् ! न जानासि बिम्बान्तरायमतिपापम्। . विध्यसि शरेण व्यालं भ्रश्यसे त्वं मन्दरगिरेः ।।५८।।
તું ખોટી આશાતનાઓને જુએ છે, પણ બિબના અંતરાય રૂ૫ મહા પાપને જાણતો નથી=જોતો નથી. આ તો એવું થયું કે - તું બાણથી હિંસક પશુને વીંધી નાખે છે, પણ મેરુ પર્વત ઉપરથી નીચે પટકાય છે.
વિશેષાર્થ – હિંસક પ્રાણી સામે મળે ત્યારે હિંસક પ્રાણીને બાણથી ન વીંધે તો હિંસક પશુથી પોતાનો મૃત્યુ થાય જ એવો નિયમ નથી. કોઈક રીતે હિંસક પશુથી બચી જવાની ઘણી સંભાવના છે. પણ મેરુ પર્વતના શિખર ઉપરથી નીચે પડવાથી અવશ્ય મૃત્યુ થાય. એમાં બચવાની કોઈ શક્યતા નથી. પ્રસ્તુતમાં આ દષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે
પ્રશ્નકારે પૂર્વે જિનબિંબોની જે ખોટી આશાતનાઓ બતાવી તેમાંથી બચવાનો હજી ઉપાય છે, પણ અધિક બિંબ ન કરાવાય એવા ઉપદેશથી બીજાઓને બિંબ કરાવવાનો અંતરાય કરવામાં થતા મહાપાપથી કોઈ છૂટકારો ન થાય. જિનબિંબની ખોટી આશાતનાઓ હિંસક પશુના સ્થાને છે. અને જિનબિંબોનો અંતરાય મેરુ પર્વત ઉપરથી પતન પામવા સમાન છે. (૫૮)
૨ ૮