________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
विनिवारयितुं न शक्यैवमाशातना बहुप्रकारा । तस्मादेकबिम्बकरणं श्रेयो मन्ये गुरुराह ।। ४३ ।।
અનેક બિંબ કરવામાં આ પ્રમાણે થતી અનેક પ્રકારની આશાતનાને દૂર કરવાનું અશક્ય છે. તેથી એક બિંબ ક૨વું એ શ્રેયસ્કર છે એમ હું માનું છું. ગુરુ આનો (નીચે પ્રમાણે) ઉત્તર આપે છે. (૪૩)
एवं जिणभवणम्मि वि, बीयं बिंबं न कारियं जुत्तं । तत्थ वि संभव जओ, पुव्वोइयदोसरिछोली ★ ॥४४॥
• एवं निभवनेऽपि द्वितीयं बिम्बं न कारितं युक्तम् । तत्रापि संभवति यतः पूर्वोदितदोषपङ्क्तिः || ४४ |
*देशीप्राकृतशब्दोऽयम्, तथा च- 'रिंछोली पंतीए ।' देशीनाममालायां सप्तमे वर्गे सप्तम्यां गाथायाम् ।'ओली माला राई रिछोली आवली पंती' ।। १०६ ।। पाइअलच्छीनाममाला.
એ પ્રમાણે હોય તો જિનમંદિરમાં પણ બીજું બિંબ ન કરાવવું એ યુક્ત છે. કારણકે ત્યાં પણ પૂર્વોક્ત દોષશ્રેણિ (= અનેક દોષો) સંભવે છે.
વિશેષાર્થઃ– પ્રશ્નક઼ારનો આશય એ છે કે એક જ પત્થરમાં અનેક જિનબિંબો ન હોવા જોઈએ. અથવા એક જ પટ્ટમાં અનેક જિનબિંબો ન હોવા જોઈએ. .જેમકે- વર્તમાનમાં વચ્ચે એક ભગવાન અને ઉપરના ભાગમાં બે બાજુ પર્યંકાસનવાળી બે મૂર્તિઓ અને નીચેના ભાગમાં કાયોત્સર્ગ મુદ્રાવાળી બે મૂર્તિઓ એમ પંચતીર્થી પ્રતિમા હોય છે, અથવા ધાતુની પ્રતિમાઓમાં વચ્ચે એક પ્રતિમા અને તેની આજુબાજુ ત્રેવીસ પ્રતિમા એમ ચોવીસના પટ્ટ હોય છે, અથવા સિદ્ધચક્રના એક જ ગટામાં અરિહંત વગેરેની અનેક મૂર્તિઓ હોય છે, તેમ અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ, અર્થાત્ છૂટી ન કરી શકાય તેવી રીતે અનેક પ્રતિમાઓ ભેગી ન રાખવી જોઈએ. આવી અનેક મૂર્તિઓમાં પૂર્વોક્ત દોષો થાય
છે.
આના જવાબમાં ગુરુ કહે છે કે એ પ્રમાણે તો જિનમંદિરમાં પણ બીજું બિંબ ન કરાવવું જોઈએ. કારણકે ત્યાં પણ પૂર્વોક્ત દોષોનો સંભવ છે. (૪૪)
૨૩