________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ण्हाणोदगाइसंगो, लोगविरुद्धो परुप्परं तेसिं । लोगोत्तमभावाओ, बहु मन्निज्जइ न हु बुहेहिं ॥४१॥ स्नानोदकादिसङ्गो लोकविरुद्धः परस्परं तेषाम् ।
लोकोत्तमभावाद् बहु मन्यते न खलु बुधैः ।।४१।। - પ્રક્ષાલના પાણી આદિનો જિનબિંબોને પરસ્પર સંગ (= સ્પર્શ) થાય છે. આ લોકવિરુદ્ધ છે. જિનેશ્વરો લોકમાં ઉત્તમ છે. જિનેશ્વરો લોકમાં ઉત્તમ હોવાથી કુશલપુરુષોને લોકવિરુદ્ધ આ સંગ (= જલનો પરસ્પર સ્પર્શ). જરાય ઈષ્ટ નથી. (૪૧)
अह कोइ सबुद्धीए, एहवेइ एगं न सेसबिंबाणि ।' . पंतिगयवंचणं पिव, मन्ने एयं महापावं ॥४२॥... अथ कोऽपि स्वबुद्ध्या स्नपयत्येकं न शेषबिम्बानि । । पङ्क्तिगतवञ्चनमिव मन्ये एतन्महापापम् ।।४२।।
હવે કોઈક પોતાની બુદ્ધિથી એક જિનબિંબનું પ્રક્ષાલન કરે છે, અને બીજા જિનબિંબોનું પ્રક્ષાલન કરતો નથી. પંક્તિગત વંચનની જેમ આ મોટું પાપ છે એમ હું માનું છું.
વિશેષાર્થ – પંક્તિગત વંચન એટલે એક પંક્તિમાં રહેલાઓને છેતરવા. પંક્તિગત વંચનનો આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે:- એક સ્થળે સમાન ગુણવાળા ઘણા મનુષ્યો એકઠા થયા હોય તેમાં એકનો આદર કરવો અને બીજાઓનો આદર ન કરવો, એકનું બહુમાન કરવું અને બીજાઓનું બહુમાન ન કરવું, અથવા અમુક જ મનુષ્યોને કોઈ વસ્તુ ભેટ રૂપે આપવી અને બીજાઓને ન આપવી એ પંક્તિગત વંચન છે. આને લોકભાષામાં પંક્તિભેદ કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં એક બિંબનું પ્રક્ષાલન કરવું અને બીજા જિનબિંબોનું પ્રક્ષાલન ન કરવું એ પંક્તિભેદ છે, એમ પ્રશ્નકારનું કહેવું છે. (૪૨)
विणिवारिउं न सक्का, एवं आसायणा बहुपगारा।। ता एगबिंबकरणं, सेयं मन्नामि गुरुराह ॥४३॥ .