________________
ચૈત્યવદન મહાભાષ્ય
વિશેષાર્થ – દેવછંદક એટલે જિનબિંબોને બિરાજમાન કરવાની પીઠિકા (કે ઓટલો). “પણ આ સિવાય બીજી રીતે કરવામાં નિષેધ નથી” એ કથનનો ભાવ એ છે કે પ્રતિમા કરાવવાની અહીં જે સંખ્યા બતાવી તે સિવાયની સંખ્યાનો નિષેધ નથી, ઉક્ત સંખ્યાથી વધારે કે ઓછી સંખ્યામાં પણ જિનબિંબો કરાવી શકાય છે. (૩ર)
ता सुत्ताऽपङिसिद्धा, पवयणसोहावहा चिरपवत्ता । सच्चा न दूसिअव्वा, आयरणा मुत्तिकामेहिं ॥३३॥ तस्मात्सूत्राऽप्रतिषिद्धा प्रवचनशोभावहा चिरप्रवृत्ता । सत्या न दूषयितव्याऽऽचरणा मुक्तिकामैः ।।३३।।
આથી મુક્તિકામી જીવોએ સૂત્રમાં અપ્રતિષિદ્ધ, પ્રવચનની શોભાને કરનારી, અને ઘણા કાળથી પ્રવૃત્ત થયેલી સત્ય આચરણાને દૂષિત ન કરવી જોઈએ. (૩૩)
जइ एवं किं भणिया, तिविहा हरिभद्दसूरिणा सुत्ते । जिणबिंबस्स पठ्ठा ?, जं भणिओ तत्थ एसत्थो ॥३४॥ यद्येवं किं भणिता त्रिविधा हरिभद्रसूरिणा सूत्रे ।।
जिनबिम्बस्य प्रतिष्ठा ? यद्भणितस्तत्रैषोऽर्थः ।।३४।। . જો આ પ્રમાણે છે (= ગમે તેટલી પ્રતિમાઓ કરાવી શકાય છે) તો - શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક પ્રકરણગ્રંથમાં (આઠમા ષોડશકમાં બીજીત્રીજી ગાથામાં) જિનબિંબની પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની કેમ કહી ? કારણકે ત્યાં (ડશકમાં) આ (નીચે કહેવાશે તે) અર્થ કહ્યો છે. (૩૪)
वत्तिपइठ्ठा एगा, खित्तपइठ्ठा महापइट्ठा य । एग-चउवीस-सत्तरसयाण सा होइ अणुकमसो ॥३५॥ व्यक्तिप्रतिष्ठैका क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा च ।
- તુવતિ-સપ્તતિશતીનાં સા મત્યનુક્રમશઃ ||૩||
. નિનાવી
૧૯