________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
' કહ્યું છે કે– સૂત્રના વિરહમાં પણ બહુશ્રતોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા ધારણ કરાય છે. સારી આંખોથી જે જોયેલું હોય તે દીપક બુઝાઈ જાય તો પણ જણાય છે–દેખાય છે. (૨૩)
जीवियपुव्वं जीवइ, जीविस्सइ जेण धम्मियजणम्मि । जीयं ति तेण भन्नइ, आयरणा समयकुसलेहिं ॥२४॥ जीवितपूर्वं जीवति जीविष्यति येन धार्मिकजने । .... 'जी(वि)तम्' इति तेन भण्यते आचरणा समयकुशलैः ।।२४।।
આચરણા ધાર્મિક લોકમાં પૂર્વે જીવતી હતી, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે માટે શાસ્ત્રમાં કુશલ પુરુષો આચરણાને જીવિત =જીત એ પ્રમાણે કહે છે.
' વિશેષાર્થ- આચરણાને શાસ્ત્રમાં જીત કહેવામાં આવે છે. જીત અને જીવિત એ બેનો પ્રાકૃત ભાષામાં એક જ અર્થ છે. જે જીવે તે જીત કે જીવિત કહેવાય. આચરણા સદા જીવે છે હોય છે. માટે આચરણાને જીત કહેવામાં આવે છે. (૨૪)
तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरपत्ता, सुत्त ब्व पमाणमायरणा ॥२५॥ तस्मादज्ञातमूला हिंसारहिता सुध्यानजननी च । . सूरिपरम्पराप्राप्ता सूत्रमिव प्रमाणमाचरणा ।।२५।।
તેથી અજ્ઞાત મૂળવાળી, હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી અને આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રની જેમ પ્રમાણ છે.
વિશેષાર્થ – અજ્ઞાત મૂળવાળી એટલે ક્યારથી શરૂ થઈ અને કોણે શરૂ કરી તે જાણવામાં ન આવ્યું હોય તેવી. (૨૫)
जह एगं जिणबिंबं, तिन्नि व पंच व तहा चउव्वीसं। . सत्तरसयं पि केई, कारेंति विचित्तपणिहाणा ॥२६॥